
પોલીસે પેડલરની ધરપકડ કરી.અમદાવાદ એરપોર્ટ પરથી ૪૭ કરોડના હેરોઇનનો ૬.૮ કિલો જથ્થો ઝડપાયો.X-ray સ્કેનિંગથી બચવા હેરોઇન સિલ્વર ફોઇલ અને કાર્બન પેપરમાં લપેટવામાં આવ્યું હતું.અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા રૂ. ૪૭ કરોડનું ૬.૮ કિલો હેરોઇન ઝડપી લેવામાં આવ્યું છે. મલેશિયાના કુઆલાલંપુરથી આવેલી એર એશિયા ફ્લાઇટ નં. AK-91 માં અમદાવાદ આવેલા એક પુરુષ મુસાફરને શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે અટકાવવામાં આવ્યો હતો. જેની પાસેથી હર્બલ સાબુના જુદા જુદા આકર્ષક પેકેટમાં હેરોઇનના ૨૯ પેકેટ છુપાવવામાં આવ્યા હતા. હાલ AIU ના અધિકારીઓએ આ હેરોઇનનો જથ્થો કબજે લઈ તેને લઈ આવનાર પેડલરની ધરપકડ કરી છે. હવે આ હેરોઇન ભારતમાં કોણે મગાવ્યું હતું અને મોકલનાર કોણ છે તેની તપાસ ચાલી રહી છે. અમદાવાદ એરપોર્ટ પરથી મલેશિયાથી લાવવામાં આવેલું ૪૭ કરોડનું હેરોઇન ઝડપાતાં ઇન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટની સીધી સંડોવણી ખૂલી રહી છે. હવે આ ડ્રગ સપ્લાયરો સુધી તંત્ર કે એજન્સી પહોંચી શકે છે કે કેમ તે જાેવાનું રહ્યું છે.અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કરોડોના સોનાની દાણચોરી થઈ રહી છે. તેની સાથે જ ડ્રગ્સ, હાઇબ્રીડ ગાંજાે અને હેરોઇન જેવા નશીલા પદાર્થાેની પણ મોટા પાયે હેરાફેરી થઈ રહી છે. આ દુષણ વધતાં એરપોર્ટ પર કસ્ટમ્સની ટીમે અધિકારીઓની સંખ્યા વધારી વોચ વધારી દીધી હતી.અમદાવાદ એરપોર્ટ પર AIU ના અધિકારીઓ વોચમાં હતા.
ત્યારે જ મલેશિયાના કુઆલાલંપુરથી આવેલી એર એશિયા ફ્લાઇટ નં. AK-91 અમદાવાદ પહોંચી હતી. મુસાફરો કસ્ટમ્સ ક્લીયરન્સ અને ઇમિગ્રેશન કરાવતા હતા. ત્યારે જ અધિકારીઓએ એક શંકાસ્પદ મુસાફરને અલગ તારવ્યો હતો. મૂળ તમિલનાડુના આ મુસાફરની અન્ય એરપોર્ટ પર શંકાસ્પદ મૂવમેન્ટને લઈને પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી હતી. અધિકારીઓએ મુસાફરની પૂછપરછ કરતાં તેણે પોતાની પાસે કંઈ જ વાંધાજનક નથી એવું જણાવ્યું હતું. અધિકારીઓ દ્વારા તેની બેગનું X-ray સ્કેનિંગ કર્યા બાદ તમામ બેગ ખોલીને ચેક કરતાં તેમાં જુદા જુદા હર્બલ અને નેચરલ સાબુના આકર્ષક પેકેટ મળી આવ્યા હતા. AIUના અધિકારીઓ સાબુના પેકેટ ખોલીને ચેક કરતાં કોઈ પેકેટમાં નેચરલ સાબુ કે તેના કણ પણ નહોતા. તમામ પેકેટમાં સિલ્વર ફોઇલમાં લપેટીને સાબુના આકારમાં ઢાળી દેવાયેલ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. અધિકારીઓએ આ પદાર્થની એફએસએલની ટીમ પાસે તપાસ કરાવતાં આ હેરોઇન હોવાનું સામે આવ્યું હતું. ચાલાક પેડલરે X-ray સ્કેનિંગથી બચવા માટે હેરોઇનના પેકેટ સિલ્વર ફોઇલમાં લપેટી દીધા હતા.AIUની ટીમે ૨૯ પેકેટમાં લાવવામાં આવેલું ૪૭ કરોડનું ૬.૮ કિલો હેરોઇન કબજે લઈ તેના પેડલરને ઝડપી લીધો છે. હવે આ પેડલરની પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવે તેવી સંભાવના છે. છેલ્લા બે દિવસથી સુરતમાંથી ૧૩ કરોડ રૂપિયાનો હાઇબ્રીડ ગાંજાે ઝડપાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ૪૭ કરોડનું હેરોઇન ઝડપાતાં ગુજરાતમાં વધી રહેલી નશીલા પદાર્થાેની માંગને લઈને તંત્ર પણ ચિંતિત છે. આ પેડલરની તપાસમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટની સંડોવણી ખૂલી શકે છે.




