
૧ બાળકનું મૃત્યુ; ભયાનક CCTV સામે આવ્યા ધોરણ-૧૨ના વિદ્યાર્થીએ રસ્તા પર ૬ લોકોને કચડ્યાં લખનઉમાં રફતારનો કહેર જાેવા મળ્યો છે, જ્યાં માતેલા સાંઢની જેમ દોડતી એક કારે અનેક લોકોને ટક્કર મારી
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં રફતારનો કહેર જાેવા મળ્યો છે. જ્યાં માતેલા સાંઢની જેમ દોડતી એક કારે અનેક લોકોને ટક્કર મારી હતી. આ કારે ૬ લોકોને કચડી નાખ્યા હતા, જેમાં ૬ વર્ષનો એક બાળક પણ સામેલ છે. આ ૬ વર્ષના માસૂમનું દુર્ઘટનામાં મોત થયું છે. હવે આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયો જાેઈને તમારા હાથના રૂંવાળા પણ ઉભા થઈ જશે. વીડિયોમાં આ કાર લોકોને કચડતી જાેવા મળી રહી છે.
લખનઉ હિટ એન્ડ રન કેસમાં પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કહ્યું કે, પહેલા સ્વિફ્ટ ગાડીનું ટાયર ફાટ્યું. જાેકે, કારની સ્પીડ વધારે હતી, તેથી ટાયર ફાટ્યા પછી ગાડી એટલી સ્પીડથી આગળ વધી. આ બેકાબૂ કારે પહેલા એક બાઇક, પછી ઓટો રિક્ષા, તે પછી ટ્રેક્ટર અને એક-બે અન્ય ગાડીઓને ટક્કર મારી હતી. આ દરમિયાન કેટલાક લોકો રસ્તો પાર કરી રહ્યા હતા, તો ગાડીએ તેમને પણ ટક્કર મારી હતી અને લગભગ ૧૦૦ મીટર આગળ જઈને ગાડી ઉભી રહી ગઈ હતી. અકસ્માત સર્જીને કારનો ડ્રાઈવર સ્થળ પરથી ભાગી ગયો હતો, જ્યારે તેની સાથે બેઠેલી છોકરીને પોલીસે કસ્ટડીમાં લીધી હતી. આ ઘટનામાં એક ૬ વર્ષના બાળકનું મોત થયું છે. તેમજ ૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ કાર લખનઉના એક ગામના પ્રધાનની છે. પ્રધાનના કહેવા મુજબ, તેમના દીકરાનો મિત્ર ગાડી માંગીને લઈ ગયો હતો. જાેકે, પોલીસ ગાડી ચલાવનારા ધોરણ ૧૨ના વિદ્યાર્થીની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
કહેવાઈ રહ્યું છે કે, સ્કૂલ ફેરવેલ પછી આરોપી વિદ્યાર્થી લખનઉથી કાનપુર તરફ જતા રસ્તા પર જઈ રહ્યો હતો. ત્યારે તેણે એક બાઇકને ટક્કર મારી. ટક્કર લાગવાથી ગાડીએ કંટ્રોલ ગુમાવ્યો અને તે પહેલા એક ઓટો અને ઈ-રિક્ષાને અથડાઈ. તેમજ રસ્તો પાર કરી રહેલા લોકો પણ ગાડીની ઝપેટમાં આવી ગયા. હાલમાં, આરોપી વિદ્યાર્થી ફરાર છે અને પોલીસ આખા મામલાની તપાસ કરી રહી છે.




