Health News: અનહેલ્ધી ડાયટ અને ખાણી-પીણીમાં કરવામાં આવેલી બેદરકારીના કારણે ગેસ, અપચો અને પેટની સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે. ભોજન યોગ્ય રીતે ન પચવાના કારણે અને ઘણી વખત ઓયલી ખાવાથી અપચાની સમસ્યા થવા લાગે છે. છાતીમાં બળતરા, ગેસ, પેટ ફૂલવું અને ઘણી વખત પેટમાં સામાન્ય દુખાવો અપચાનું કારણ હોઈ શકે છે. અમુક લોકોને ઉબકા પણ આવવા લાગે છે. અપચાની સમસ્યા ઘણી વખત લોકોને પરેશાન કરી દે છે. દરમિયાન તમે અમુક ઘરેલુ ઉપાય કરીને અપચાથી રાહત મેળવી શકો છો. અપચાની સમસ્યા થવા પર લીંબુનો ઉપયોગ કરી શકાય છે. લીંબુ અલ્કલાઈન પ્રકૃતિનું હોય છે જેનાથી ભોજન પચાવવામાં મદદ મળે છે અને મેટાબોલિઝ્મ ઝડપી થાય છે.
અપચાની સમસ્યામાં લીંબુના સેવનના ફાયદા
લીંબુમાં સાઈટ્રિક એસિડ હોય છે જે શરીરમાં પાચન એન્જાઈમોને વધારી શકે છે. તેનાથી પાચનના સમયે ભોજનને તોડવામાં મદદ મળે છે. ગેસ, અપચો અને એસિડિટીની સમસ્યામાં આરામ મળે છે. જો તમે ફેટ વાળી વસ્તુઓ ખાવ છો તો લીંબુને ડાયટમાં સામેલ જરૂર કરો. લીંબુમાં વિટામિન સી હોય છે જે ઈમ્યુનિટીને મજબૂત બનાવે છે. પેટના સોજાને ઘટાડવા અને મોસમી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે. લીંબુ લિવરને ડિટોક્સિફાઈ કરવામાં પણ મદદ કરે છે. તેનાથી શરીરમાં જમા ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે. હાર્ટ બર્ન અને પાચનની સમસ્યા ઘટે છે.
અપચામાં લીંબુનું સેવન કેવી રીતે કરવુ
લીંબુ પાણી
અપચાની સમસ્યાને દૂર કરવા માટે લીંબુ પાણી પી શકો છો. લીંબુ પાણી પીવાથી ભોજનને પચાવવામાં સરળતા થાય છે. તેનાથી અપચાની સમસ્યા દૂર થાય છે. લીંબુ પાણી તૈયાર કરવા માટે 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી કાળુ મીઠુ મિક્સ કરો અને મોટા અડધા લીંબુનો રસ મિક્સ કરો. સવારે ખાલી પેટ અને સાંજે લીંબુ પાણી પીઓ. તેનાથી અપચાની સમસ્યા દૂર થશે.
લીંબુની ચા
અપચાથી પરેશાન રહેતા લોકોને ડાયટમાં લીંબુની ચા ને સામેલ કરવી જોઈએ. લીંબુની ચા પીવાથી પાચન મજબૂત બને છે. તેનાથી એસિડ રિફલક્સને ઘટાડી શકાય છે સાથે જ હાર્ટ બર્નની સમસ્યા ઘટે છે. લીંબુની ચા બનાવવા માટે 1 કપ ગરમ પાણી પીવો અને તેમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો. તેને ગાળી લો અને ઈચ્છો તો થોડી ખાંડ મિક્સ કરી શકો છો. સામાન્ય હૂંફાળી ચા ની જેમ સેવન કરો.