
કેન્દ્ર સરકારનો મોટો ર્નિણય.100 mg ની પેન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ.સરકારનું કહેવું છે કે આ દવા સ્વાસ્થ્ય માટે જાેખમરૂપ છે, આ ર્નિણય ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ની કલમ ૨૬એ હેઠળ લેવામાં આવ્યો છે.કેન્દ્ર સરકારે Nimesulide (પેઇન કીલર) દવા પર મોટો ર્નિણય લીધો છે. 100 mg થી વધારે માત્રા વાળી નિમેસુલાઈડની ગોળીઓના નિર્માણ, વેચાણ, અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવી દીધો છે. સરકારનું કહેવું છે કે આ દવા સ્વાસ્થ્ય માટે જાેખમરૂપ છે. તેના સુરક્ષિત વિકલ્પો બજારમાં ઉપલબ્ધ છે. આ ર્નિણય ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, ૧૯૪૦ની કલમ ૨૬એ હેઠળ લેવામાં આવ્યો છે. સરકારે ટાંક્યું છે કે આ દવાનું વધારે માત્રામાં સેવન માણસોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આરોગ્ય મંત્રાલયના નોટિફિકેશન મુજબ, 100 mg થી વધારે નિમેસુલાઈડ (પેઇન કીલર) દવા લોકો માટે ખતરારૂપ છે, આ એક નોન-સ્ટીરોઈડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી દવા (NSAID) છે, જેની લીવર પર સંભવિત ઝેરી અસર અને અન્ય આડઅસરો અંગે દુનિયાભરમાં તપાસ થઈ રહી છે. સરકારે ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડની સલાહ લીધા બાદ આ ર્નિણય લીધો છે. આદેશ મુજબ, આ દવા પર પ્રતિબંધ સમગ્ર દેશમાં લાગુ પડશે. જાે કે ઓછા ડોઝ વાળા ફોર્મ્યુલેશન અને અન્ય સુરક્ષિત વિકલ્પ બજારમાં મળી રહેશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 100 mg થી વધારે નિમેસુલાઈડના ઓરલ ફોર્મ્યુલેશન તરત જ રીલીઝ થતાં ડોઝના રૂપમાં હોય છે. જે ખતરો ઊભો કરે છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ર્નિણય પાછળનું હેતુ લોકોનું આરોગ્ય જાેખમાય નહીં તે છે. નિમેસુલાઈડ નામની આ દવા નોન-સ્ટીરોઈડલ એન્ટી-ઈન્ફ્લેમેટરી છે, જે લીવર પર અસર કરે છે, તેના પ્રભાવ જાણવા હાલ દુનિયાભરમાં તપાસ ચાલી રહી છે. આ પગલું સુરક્ષા હેતુંને ચકાસવા અને વધારે ખતરનાક દવાઓનો ધીરે ધીરે નાશ કરવા માટે છે. નિમેસુલાઇડ એક નોન-સ્ટેરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી દવા છે અને લીવરને નુકસાન અને અન્ય આડઅસરોની સંભાવના અંગે વિશ્વભરમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સરકારનું આ પગલું દવાઓની સુરક્ષાને મજબૂત કરવા અને વધુ જાેખમ વાળી દવાઓને ધીમે ધીમે દૂર કરવાની દિશામાં ઉઠાવાયું છે.
આ પ્રતિબંધ ફક્ત માનવો માટે ૧૦૦ મિલીગ્રામથી વધુ ડોઝવાળી નિમેસુલાઇડ દવાઓ પર લાગુ થશે. જાે કે ડોઝની દવાઓ અને અન્ય વિકલ્પ બજારમાં મળી રહેશે. નિમેસુલાઇડ બ્રાંડ વેચતી દવા કંપનીઓએ હવે આનું ઉત્પાદન રોકવું પડશે અને પ્રભાવિત બેચને પાછી મંગાવવાની જરૂર પડશે.
વિશ્લેષકો માને છે કે આનાથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર નોંધપાત્ર નાણાકીય અસર પડશે નહીં, કારણ કે નિમસુલાઇડ કુલ એનએસએઆઇડી બજારનો એક નાનો હિસ્સો ધરાવે છે. જાે કે નાની કંપનીઓ જેમનો નફો આ દવા પર ભારે ર્નિભર છે તેઓને નુકસાન થઇ શકે છે.
ભારતે અગાઉ જાહેર આરોગ્યને સુરક્ષિત રાખવા માટે કલમ ૨૬છ નો ઉપયોગ કરીને ઘણી ખતરનાક દવાઓ અને ફિક્સ્ડ-ડોઝ સંયોજનો પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના જણાવ્યા મુજબ દેશમાં ફાર્માસ્યુટિકલ કાચા માલનું ઉત્પાદન વધારવા માટે સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી છેલ્લા સાડા ત્રણ વર્ષમાં બલ્ક ડ્રગ પાર્ક યોજના હેઠળ ૪,૭૬૩.૩૪ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.




