
વડાપ્રધાન મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ.ઈઝરાયલ પોતાની સંરક્ષણ સિસ્ટમની ટેકનીક ભારતને સોંપવા માટે તૈયાર.આ ડીલમાં ઈઝરાયલ આયરન ડોમની બનાવવાની રીત, ડિઝાઈન અને ગુપ્ત ટેકનીકો ભારતને સોંપી શકે છે.ભારત-ઈઝરાયલ વચ્ચે ભારતીય સેનાની શક્તિમાં અદમ્ય વધારો કરતી અને ભારતના દુશ્મનોનું ટેન્શન વધારતી ઐતિહાસિક સંરક્ષણ ડીલ થવાની છે. મુંબઈમાં ઈઝરાયલના કોન્સ્યુલેટ જનરલ યાનિવ રેવાચે સંકેત આપ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયલ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે પરસ્પર સંરક્ષણ સમજૂતી થવાની છે. આ ડીલમાં ઈઝરાયેલનું અભેદ્ય સુરક્ષા કવચ એટલે કે આયરન ડોન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સામેલ છે. ઈઝરાયલ ‘આયરન ડોમ‘ની બનાવવાની રીત, ડિઝાઈન અને ગુપ્ત ટેકનીકો ભારતને સોંપી શકે છે.
ઈઝારયલી કોન્સ્યુલેટ જનરલના જણાવ્યા મુજબ, ‘બંને દેશો વચ્ચે હથિયારોની ખરીદી-વેચાણ માટે સમજૂતી થવાની સાથે આર્ત્મનિભર ભારતની પહેલ હેઠળ ભારતમાં જ સિસ્ટમનું નિર્માણ થાય તે પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ઈઝરાયલ બંને દેશોની સમજૂતીને તે બાબતો સુધી લઈ જવા માંગે છે, જેમાં ભારતમાં મેન્યુફેક્ચરીંગ અને આયરન ડોમ જેવી ટેકનીક સામેલ છે. બંને દેશો સમાન પડકારોનો સામનો કરી રહ્યા છે. ઈઝરાયલ પોતાની સંરક્ષણ સિસ્ટમની ટેકનીક ભારતને શેર કરવા માટે તૈયાર છે, કારણ કે ભારત એક મજબૂત અને વિશ્વાસુ વ્યૂહાત્મક ભાગીદાર છે.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીના ઈઝરાયલ પ્રવાસ દરમિયાન આ સમજૂતીનો વિસ્તાર વધારવાની યોજના પર કામ ચાલી રહ્યું છે, જેથી કીને બંને દેશો વચ્ચે કેટલીક મુખ્ય બાબતોમાં વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી શકાય. આ વિશેષ બાબતોમાં ભારતમાં મેન્યુફેક્ચરીંગ, સંરક્ષણ ભાગીદારી, આયરન ડોમ તથા ઈઝરાયલની સંરક્ષણ સિસ્ટમોમાં સહયોગ સામેલ છે. ઈઝરાયલ પોતાની સંરક્ષણ ટેકનીકલ પોતાના ભાગીદારને શેર કરી શકે છે.’
વર્તમાન સમયમાં ઈઝરાયલની ‘આયરન ડોમ‘ અત્યંત ભયાનક, વિશ્વભરમાં પ્રખ્યાત અને વિશ્વસનીય મિસાઈલ સંરક્ષણ સિસ્ટમમાંથી એક છે. ઈઝારયલે ૨૦૨૩માં ગાઝાથી છોડવામાં આવતા રોકેટને અટકાવવા માટે આ મિસાઈલ તહેનાત કરી હતી. આ મિસાઈલ દુશ્મન દેશની મધ્યમ અંતરની મિસાઈલ અને રોકેટને હવામાં જ નષ્ટ કરી નાખવાની ક્ષમતા ધરાવે છે. ડોન ઓછી અને મધ્યમ અંતરની મિસાઈલો, રોકેટ અને ડ્રોન હુમલાને હવામાં જ નષ્ટ કરી નાખે તે રીતે ડિઝાઈન કરવામાં આવી છે.
તાજેતરના ઘર્ષણ દરમિાન આ મિસાઈલ મોટાભાગના હુમલાઓને નિષ્ફળ બનાવવામાં ૯૦ ટકા ખરી ઉતરી છે. અગાઉ ઈરાને ઈઝરાયલ પર ૧૦૦૦ ડ્રોન અને ૪૫૦ મિસાઈલ ઝિંકી હતી, જેમાંથી આયરન ડોમે ૯૦ ટકા મિસાઈલ-ડ્રોનને અટકાવી દીધા હતા.
આ આંકડો વિશ્વની કોઈપણ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી ઘણો મોટો છે. એટલે કે અત્યાર સુધીમાં કોઈપણ મિસાઈલ સિસ્ટમ આયરન ડોમની જેમ ૯૦ ટકા ખરી ઉતરી શકી નથી.




