
બાંગ્લાદેશની નવી સંસદ ૧૨ માર્ચે મળશે, રાષ્ટ્રપતિનો સત્તાવાર આદેશ આ સત્ર બાંગ્લાદેશના બંધારણના અનુચ્છેદ ૭૨(૧) હેઠળ બોલાવવામાં આવ્યું છે બાંગ્લાદેશમાં લોકસભા ચૂંટણી બાદ હવે નવી સંસદ કાર્યરત થવા જઈ રહી છે. દેશના રાષ્ટ્રપતિ એ ૧૨ માર્ચે સંસદનું પહેલું સત્ર બોલાવવાનો સત્તાવાર આદેશ જારી કર્યો છે.
રાષ્ટ્રીય સંસદ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ સત્ર બાંગ્લાદેશના બંધારણના અનુચ્છેદ ૭૨(૧) હેઠળ બોલાવવામાં આવ્યું છે.
બંધારણ મુજબ, સામાન્ય ચૂંટણીના પરિણામોની ગેઝેટ સૂચના બહાર પડ્યા બાદ ૩૦ દિવસની અંદર નવી ચૂંટાયેલી સંસદનું પ્રથમ સત્ર બોલાવવું ફરજિયાત છે.
રાષ્ટ્રપતિ વડા પ્રધાનની લેખિત સલાહના આધારે સત્ર બોલાવે છે. આ નિયમ લોકતંત્રની પ્રક્રિયાને સમયસર આગળ વધારવા માટે બનાવવામાં આવ્યો છે.
નવી સંસદનું પહેલું સત્ર ૧૨ માર્ચે સવારે ૧૧ વાગ્યે શરૂ થશે. આ સત્રમાં નવા સાંસદો શપથ લેશે અને ત્યારબાદ નવા સ્પીકરની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. જાેકે, આ વખતે સત્રની અધ્યક્ષતા કોણ કરશે તે મુદ્દે અસ્પષ્ટતા જાેવા મળી રહી છે. સામાન્ય રીતે, અગાઉની સંસદના સ્પીકર પ્રથમ સત્રની અધ્યક્ષતા કરે છે. જાે સ્પીકર હાજર ન હોય તો ડેપ્યુટી સ્પીકર માત્ર નવા સ્પીકરની પસંદગી સુધી અધ્યક્ષપદ સંભાળે છે. પરંતુ હાલની પરિસ્થિતિ થોડું અલગ છે.
પૂર્વ સ્પીકર જીરૈિૈહ જીરટ્ઠદ્બિૈહ ઝ્રરટ્ઠેઙ્ઘરેિઅએ પહેલેથી જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને તેઓ હાલ અજ્ઞાત સ્થળે હોવાના અહેવાલો છે. બીજી તરફ, ડેપ્યુટી સ્પીકર જીરટ્ઠદ્બજેઙ્મ ૐટ્ઠૂેી ્ેો હાલમાં જેલમાં છે. આવી પરિસ્થિતિમાં પ્રથમ સત્રનું સંચાલન કોણ કરશે તે મુદ્દે કાનૂની અને સંસદીય પ્રક્રિયા અંગે ચર્ચા ચાલી રહી છે.
રાજકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ, સંવિધાનિક જાેગવાઈઓ અનુસાર વિકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી શકે છે. સંસદના વરિષ્ઠ સભ્યને તાત્કાલિક અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાની સંભાવના પણ નકારી શકાય તેમ નથી. નવી સંસદનું પ્રથમ સત્ર બાંગ્લાદેશના રાજકીય ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સત્ર દરમિયાન સરકારની આગાહી નીતિઓ, આર્થિક યોજનાઓ અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. સાથે જ, વિપક્ષની ભૂમિકા અને સંસદીય ચર્ચાનો માહોલ પણ આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.




