આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, સરકારની સાથે સાથે કુદરત પણ ખેડૂતોથી રૂઠ્યો છે. સરકારના નોર્મ્સ પ્રમાણે જો 8 તારીખ સુધી યોગ્ય વરસાદ નહીં પડે તો દુષ્કાળ જાહેર કરવો જોઈએ. ગત વર્ષે આ જ જગ્યાએ દેવભૂમિ દ્વારકાના ગામોમાં લગભગ બધા તળાવ ભરેલા હતા પણ હાલ પાણી નથી. હું મુખ્યમંત્રીને અપીલ કરીશ કે એક વખત હેલિકોપ્ટર લઈને આ બાજુ ચક્કર મારવા આવો, અને જો તમારી પાસે સમય ન હોય તો તમે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. કારણ કે હાલ પાક વીમા યોજના બંધ છે. હું ખંભાળિયાના ઘણા ગામોમાં ફર્યો અને લોકો ખૂબ જ પરેશાન છે. ખેડૂતોનો ઉભો પાક ખરાબ થઈ રહ્યો છે. સરકારે ખેડૂતો માટે ઘાસચારાનો પણ બંદોબસ્ત કરવો જોઈએ. https://www.facebook.com/share/v/1WmoR2m5ps/?mibextid=wwXIfr
ત્યારબાદ આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા ઈસુદાન ગઢવી ખેડૂતો સાથે ખેતરમાં ગયા હતા અને ત્યાં તેમણે પાકની હાલત જોઈને કહ્યું હતું કે અહીંયા બિયારણ જે છે, એ ઉગે એવી પરિસ્થિતિમાં નથી. મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી કહેતા હશે કે એમના અધિકારીઓ સર્વે કરશે અને સેમ્પલ લેશે તો હું એમને આ સેમ્પલ લાઈવ બતાવી રહ્યો છું. ખેડૂતોને પોતાની ઉપજનો ભાવ પણ નથી મળતો અને હાલ ખેડૂતોનું વર્ષ બગડી રહ્યું છે, તો તેઓ બાળકોની ફી કઈ રીતે ભરશે? લગ્ન પ્રસંગ કે ઘરના દવાના ખર્ચા કઈ રીતે કાઢશે? પશુનો પણ ઘાસચારાનો ખર્ચો ખેડૂતો ઉપર છે, ખેડૂતો પર આ રીતે અનેક સમસ્યાઓ છે. માટે હું સરકારને અપીલ કરું છું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરો અને ઘાસચારાની વ્યવસ્થા કરો, અને સાથે સાથે ખેડૂતોના જે દેવા છે એ બધા માફ ન કરો તો 50% દેવા માફ કરો. બે પાંચ વર્ષમાં ખેડૂતોની પરિસ્થિતિ કઈ રીતે સુધરે, ગ્રામ્ય વિસ્તારોમાં સારી શાળાઓ બને, ખેડૂતોનો પાક તેમની પાસેથી તાત્કાલિક ખરીદી લેવામાં આવે અને આ વિસ્તારમાંથી ઘાસચારાની વ્યવસ્થા થઈ જાય, પશુપાલકો માટે વ્યવસ્થા થઈ જાય, આવી તમામ વ્યવસ્થાઓ સરકારી ખેડૂતો માટે કરવી પડશે ત્યારે ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું આવશે. ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં છે તો અમારી અપીલ છે કે સરકાર એમનો અવાજ સાંભળે.





