
શશાંક ઉદાપુરકરની ગબરુ આગામી રિલીઝમાં પ્રથમ છે સની દેઓલની એક પછી એક પાંચ ફિલ્મનો ખજાનો ખુલશે
૨૩ જાન્યુઆરીએ રિલીઝ થયેલી બોર્ડર ૨ પહેલેથી જ ૩૦૦ કરોડનો આંકડો પાર કરી ચૂકી છે.
બોર્ડર ૨ પછી હવે સની દેઓલની ૨૦૨૬માં એક પછી એક પાંચ ફિલ્મો આવી રહી છે, જેમાં લાહોર ૧૯૪૭ અને રામાયણનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે સની દેઓલ સાથે સલમાન ખાન અને આમિર ખાનની પણ ફિલ્મો આવી રહી છે, છતાં નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે, દર્શકો એક જ એક્ટરને આટલી વાર જાેઈને કંટાળી જશે. ફેબ્રુઆરી દરમિયાન બોર્ડર ૨ના દેશમાં બોક્સ ઓફિસ પરના પ્રભાવશાળી પ્રદર્શન પછી, સની દેઓલ એક અનોખા સમયગાળાની તૈયારી કરી રહ્યો છે. આ અનુભવી અભિનેતાની આ વર્ષે પાંચ અલગ -અલગ ફિલ્મો રિલીઝ થવાની છે, જેમાંથી ચાર ફિલ્મો ઉનાળા પછી રિલીઝ થશે.૨૩ જાન્યુઆરીએ રિલીઝ થયેલી બોર્ડર ૨ પહેલેથી જ ૩૦૦ કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. ગદર ૨થી શરૂ થયેલી તેની સેકન્ડ ઇનિંગ્સમાં, ટ્રેડ વિશ્લેષકો માને છે કે સની દેઓલ આ તકનો યોગ્ય ઉપયોગ કરી રહ્યો છે. તેની પાસે મોટા પાયાની પૌરાણિક મહાકાવ્ય આધારીત રામાયણથી લઈને ઊંડા વ્યક્તિગત રોલ સુધી વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ છે.શશાંક ઉદાપુરકરની ગબરુ આગામી રિલીઝમાં પ્રથમ છે. ૮ મેના રોજ થિયેટરમાં રિલીઝ થનારી આ ફિલ્મ દેઓલની સામાન્ય હાઇ-ઓક્ટેન એક્શન ભૂમિકાથી અલગ છે. આ અંગે એક ટ્રેડ સુત્રના જણાવ્યા અનુસાર, “સની દેઓલ માટે પાંચ જાહેર થયેલી રિલીઝ સાથે આ સોનેરી વર્ષ છે.
દરેક ફિલ્મ અલગ પ્રકારની છે, પરંતુ શું દર્શકો એક જ સમયે તેની એટલી બધી ફિલ્મો સ્વીકારી શકશે? કેટલીક ફિલ્મોની તારીખોમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે. ગબરુને શરૂઆતમાં સીધી ઓટીટી પર રિલીઝ કરવાની યોજના હતી, પરંતુ હવે ૮ મેના રોજ થિયેટરમાં આવશે. શશાંક ઉદાપુરકર દ્વારા ડિરેક્ટ થયેલી આ ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો પણ છે. સની મધ્યમ વર્ગીય પરિવારના પુરુષની ભૂમિકા ભજવે છે, જે માનવ સેવા દ્વારા પોતાના જીવનનો બાકીનો સમય અર્થપૂર્ણ બનાવવાની ઇચ્છા રાખે છે.” તેના પછી સનીની ઓટીટી ડેબ્યુ ફિલ્મ ઈક્કા આવશે. જુનમાં નેટફ્લિક્સ પર પ્રીમિયર થનારી આ હાઇ-સ્ટેક્સ કોર્ટરૂમ થ્રિલરમાં તે બોર્ડરના સહ-અભિનેતા અક્ષય ખન્ના સાથે ફરી જાેવા મળશે. સાથે જ મલયાલમ થ્રિલર જાેસેફ પરથી આધારિત ‘સૂર્યા’ લાંબા સમય પછી હવે પ્રોડક્શનમાં આગળ વધી રહી છે.ફિલ્મના પ્રોડ્યુસર દીપક મુકુટના જણાવ્યા અનુસાર, “ફિલ્મ પૂર્ણ થઈ ગઈ છે. હવે તે પોસ્ટ-પ્રોડક્શન તબક્કામાં છે. તે પૂર્ણ થયા પછી અમે રિલીઝ તારીખ નક્કી કરીશું. અમે જુન અથવા જુલાઈમાં સારો સમય જાેઈ રહ્યા છીએ.”૧૩ ઓગસ્ટે, સ્વતંત્રતા દિવસના વીકએન્ડ પહેલાં, લાહોર ૧૯૪૭ થિયેટરમાં આવશે. જાણીતા નાટક જિસ લાહોર નઈ દેખ્યા પરથી આધારિત આ પિરિયડ ડ્રામા આમિર ખાન દ્વારા પ્રોડ્યુસ અને રાજકુમાર સંતોષી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. નવેમ્બરમાં નિતેશ તિવારીની રામાયણ રિલીઝ થશે, જે વર્ષનો અંત કરશે. આ પૌરાણિક મહાકાવ્યમાં સની ભગવાન હનુમાનની ભૂમિકામાં, રનબીર કપૂર અને સાઈ પલ્લવી સાથે જાેવા મળશે.ઈક્કામાં વકીલથી લઈને રામાયણમાં હનુમાનનાં પાત્ર સુધી, તેની ભૂમિકાઓ દર્શકોને રસપ્રદ લાગી શકે છે, છતાં ઇન્ડસ્ટ્રીમાં તેની મોટા પડદે સતત હાજરીને કારણે “ઓડિયન્સ ફેટીગ” અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સની દેઓલની ૨૦૨૬ની સ્ટ્રેટેજી મોટા પ્રમાણમાં કોલબરેશન પર આધારિત છે.




