ચિત્રાંગદા હવે માતૃભૂમિ સહિત અનેક મોટા પ્રોજેક્ટ્સમાં જાેવા મળશે ચિત્રાંગદા પસંદગીની ફિલ્મો સાથે નવા વ્યસ્ત તબક્કામાં માતૃભૂમિ અને સલમાન ખાન સાથેનો અન્ય પ્રોજેક્ટ તેના માટે આગામી સમયના સૌથી મહત્વના પડાવ બની
બોલિવૂડ એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ વર્ષાેથી પોતાની અલગ ઓળખ બનાવતી ફિલ્મો માટે જાણીતી રહી છે. વધુ ફિલ્મો કરવાની દોડમાં સામેલ થવાને બદલે તે હંમેશા એવી ફિલ્મો પસંદ કરે છે, જેમાં મજબુત વાર્તા અને અર્થપૂર્ણ પાત્ર હોય. હવે તે પોતાના આગામી મહત્વાકાંક્ષી ફિલ્મ ‘માતૃભૂમિ’ને લઈને ચર્ચામાં છે, જેમાં તે સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે.ચિત્રાંગદાએ અત્યાર સુધી હઝારોં ખ્વાહિશેં ઐસી, યે સાલી જિંદગી, બોબ બિસ્વાસ અને રાત અકેલી હૈ: ધ બન્સલ મર્ડર્સ જેવી વિવિધ પ્રકારની ફિલ્મોમાં અભિનય કરીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. તેણે હંમેશા એવા પાત્રોને પ્રાધાન્ય આપ્યું છે, જે અભિનય માટે પડકારજનક અને યાદગાર હોય.આગામી સમયમાં તેની કારકિર્દી વધુ વ્યસ્ત બનવાની છે. ખાસ કરીને ‘માતૃભૂમિ’માં સલમાન ખાન સાથેની તેની જાેડી અંગે ચાહકોમાં ભારે ઉત્સુકતા જાેવા મળી રહી છે. ફિલ્મ અંગેની વધુ વિગતો આગામી મહિનાઓમાં જાહેર થવાની શક્યતા છે.અભિનય ઉપરાંત ચિત્રાંગદાએ પોતાની વ્યાવસાયિક સફરને પણ વિસ્તારી છે. છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન તેણે ધ રોકફોર્ડ સર્કલ અને ફાલ્કન્સ ઓફ મજલિસ જેવા મંચો પર ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ સ્થાપકો અને બિઝનેસ લીડર્સ સાથે ચર્ચાઓનું સંચાલન કર્યું છે. આ પ્રવૃત્તિઓ દ્વારા તેણે ફિલ્મો ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ પોતાની સક્રિય હાજરી નોંધાવી છે. ચિત્રાંગદાએ નિર્માતા તરીકે પણ પગલું ભર્યું છે, છતાં તેની પ્રથમ પ્રાથમિકતા આજે પણ સિનેમા જ છે. તે ડ્રામા, થ્રિલર અને વ્યાવસાયિક મનોરંજન સહિત વિવિધ શૈલીની ફિલ્મોમાં કામ કરીને સતત પોતાની બહુમુખી પ્રતિભા દર્શાવી રહી છે.પસંદગીના પ્રોજેક્ટ્સ, મજબુત પાત્રો અને નવી વ્યાવસાયિક જવાબદારીઓ સાથે ચિત્રાંગદા સિંહ હાલમાં પોતાની કારકિર્દીના નવા અને વ્યસ્ત તબક્કામાં પ્રવેશી રહી છે. માતૃભૂમિ અને સલમાન ખાન સાથેનો અન્ય પ્રોજેક્ટ તેના માટે આગામી સમયના સૌથી મહત્વના પડાવ બની શકે છે.





