
ઈરાનની જાહેરાતથી ભારતને રાહત: ઓઈલની આયાતની શક્યતા વધી અમેરિકા, ઈઝરાયેલ અને યુરોપના દેશોના ઓઈલ ટેન્કર નહીં પસાર થવા દઈએ: ઈરાન આંતરરાષ્ટ્રીય કાયદા અને સંલગ્ન ઠરાવો મુજબ યુદ્ધના સમય દરમિયાન હોર્મુઝની ખાડીમાં જહાજાેનું નિયમન કરવાનો ઈરાનનો અબાધિત અધિકાર છે.
ઈરાને હોર્મુઝની ખાડીમાંથી ઓઈલ ટેન્કરના પરિવહન પર મુકેલાં પ્રતિબંધને પગલે ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં ચિંતાનું મોજું પ્રસરી જવા પામ્યું હતું. જાેકે હવે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)એ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, માત્ર અમેરિકા, ઈઝરાયેલ, યુરોપ તથા તેમના પશ્ચિમ સહયોગી દેશો માટે જ હોર્મુઝની ખાડી બંધ કરી છે. ઈરાનના આ નિવેદનને પગલે ભારત માટે ઓઈલની આયાત માટે નવી આશા જન્મી છે. આઈઆરજીસીએ જણાવ્યું હતું કે, અમે અગાઉ પણ એ બાબત સ્પષ્ટ કરી હતી કે, આંતરરાષ્ટ્રીય કાયદા અને સંલગ્ન ઠરાવો મુજબ યુદ્ધના સમય દરમિયાન હોર્મુઝની ખાડીમાં જહાજાેનું નિયમન કરવાનો ઈરાનનો અબાધિત અધિકાર છે. આ સમુદ્રી માર્ગમાંથી પસાર થનારા અમેરિકા, ઈઝરાયેલ, યુરોપ તથા પશ્ચિમી દેશોના તેમના સહયોગીઓના જહાજાેને ચોક્કસપણે તોડી પાડવામાં આવશે.જાેકે, ઈરાને જણાવ્યું હતું કે, તે માત્ર ચાઈનીઝ ધ્વજ ધરાવતાં જહાજાેને જ હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપશે. વિદેશી બાબતોના નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર ચીન સાથેના ઈરાનના સંબંધોને પગલે આ મંજૂરી અપાઈ છે.
હોર્મુઝની ખાડી ઈરાનના અખાતમાંથી તેલના પરિવહનનો એક માત્ર માર્ગ હોવાથી ઈરાનનો આ ર્નિણય ઘણો મહત્વનો છે.અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલાં હુમલાં બાદ ઈરાને હોર્મુઝની ખાડીમાંથી ઓઈલ ટેન્કર્સના પરિવહન પર પ્રતિબંધ મુક્યો હતો. ઈરાને જણાવ્યું હતું કે, તે આ સમુદ્રી માર્ગમાંથી પસાર થતાં દરેક ટેન્કર પર હુમલો કરી તેને નષ્ટ કરશે. જેને પગલે મોટાભાગની શિપિંગ કંપનીઓએ આ માર્ગમાંથી ઓઈલ ટેન્કરો મોકલવાની અનિચ્છા વ્યક્ત કરી હતી અને ઓઈલ અને ગેસના પરિવહન માટે અન્ય લાંબા માર્ગાેએ શિપ મોકલવાની યોજના ઘડી રહી છે. ઈરાન દ્વારા હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં ઓઈલ ટેન્કરો પર હુમલો કરવાની અપાયેલી ધમકી બાદ અમેરિકાએ વળતી પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ જણાવ્યું છે કે, જાે જરૂર પડશે તો અમેરિકા હોર્મુઝની ખાડીમાંથી પસાર થતાં ઓઇલ ટેન્કરોની સુરક્ષા માટે નૌસૈના તૈનાત કરશે. ઈરાન સાથેના સંઘર્ષને કારણે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગાે પૈકીના એક એવા આ વિસ્તારમાં વૈશ્વિક ઉર્જા પુરવઠા અને શિપિંગની સુરક્ષા અંગે ચિંતાઓ વધી રહી છે.




