પરિણીતીની ફિલ્મ પર વાર્તા ચોરીનો વિવાદ રિપોર્ટિંગ લાઈવના નિર્માતાઓ પર પત્રકારની સ્ટોરી ચોરવાનો આરોપ સંધ્યા રવિશંકરે ક્રેડિટ વિના તપાસના અંશો વાપરવાનો આરોપ લગાવી જાહેર માફીની માગ કરી ઓટીટી પર રજૂ થયેલી પરિણિતી ચોપરા અભિનિત ફિલ્મ ‘રિપોર્ટિંગ લાઈવ’ ગંભીર વિવાદમાં સપડાઈ છે. જાણીતા ઈન્વેસ્ટીગેટીવ પત્રકાર સંધ્યા રવિશંકરે ફિલ્મના સર્જકો પર તેમની વાસ્તવિક તપાસ અને જીવન આધારીત વાર્તા ચોરી કરવાનો આરોપ મુક્યો છે. કોઈપણ પ્રકારની ક્રેડિટ આપ્યા વિના તેમની વાર્તા દર્શાવવાને કારણે હવે આ મામલે નૈતિકતા અને લેખન હક્કો પર વિવાદ વકર્યાે છે.સંધ્યા રવિશંકરે સોશિયલ મીડિયા પર ખુલ્લો વિરોધ વ્યક્ત કરતા જણાવ્યું કે તમિલનાડુમાં ગેરકાયદે રેતી ખનન પર કરેલા તેમના રિપોર્ટિંગના અંશો આ ફિલ્મમાં લેવાયા છે. તેમણે દાવો કર્યાે કે ૨૦૨૨ અને ૨૦૨૩માં આ વાર્તા નિર્માતાઓને પીચ કરાઈ હતી. કાનૂની કાર્યવાહીથી બચવા માટે વિગતોમાં ફેરફાર કરાયાનો આરોપ લગાવી તેમણે જાહેર માફીની માગ કરી છે.૯ ઓક્ટોબરે રિલીઝ થયેલી ધુ્રવ ત્રિપાઠી દિગ્દર્શિત આ ફિલ્મમાં પરિણીતીએ રિપોર્ટર સંધ્યા યાદવનું પાત્ર ભજવ્યું છે, જે ખતરનાક રેતી માફિયા નેટવર્કનો પર્દાફાશ કરે છે. સંધ્યા રવિશંકરે પરિણીતીના અભિનય તેમજ ન્યુઝરૂમના ચિત્રણને અત્યંત નબળું ગણાવ્યું છે. આ ફિલ્મમાં દેવેન ભોજાણી, અમોલ પાલેકર, આદિલ હુસૈન અને શેખર સુમન જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે.




