કેન્સર સામેની લડાઈ દરમિયાન હિનાનો મોટો ર્નિણય હિનાએ રોકીને બીજી યુવતી સાથે લગ્ન કરવાની આપી હતી સલાહ ૧૩ વર્ષના સંબંધ બાદ માત્ર ૧૫ મિનિટમાં કર્યા રજિસ્ટર મેરેજ, સાનિયા મિર્ઝાના શોમાં કર્યાે ખુલાસો એક્ટ્રેસ હિના ખાનના છેલ્લા કેટલાક વર્ષાે મુશ્કેલીઓથી ભરેલા રહ્યા છે. જૂન ૨૦૨૪માં એક્ટ્રેસે બ્રેસ્ટ કેન્સર હોવાની જાણકારી આપી હતી. અને લગભગ એક વર્ષ પછી વર્ષ ૨૦૨૫માં હિનાએ પોતાના લગ્નની તસવીરોથી બધાને ચોંકાવી દીધા હતા. હિનાએ પોતાના લોન્ગ ટાઈમ બોયળેન્ડ રોકી જેસ્વાલ સાથે રજિસ્ટર મેરેજ કર્યા હતા. હવે હિનાએ જણાવ્યું છે કે કેન્સર દરમિયાન તેમણે બોયળેન્ડ રોકીને કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરવાની સલાહ આપી હતી. તેમને આગળના સમયનો ભરોસો નહોતો કે આ બીમારી દરમિયાન તેમની સાથે આગળ શું થઈ શકે છે.હિના ખાન હાલમાં જ સાનિયા મિર્ઝાના નવા શોમાં પહોંચી હતી. આ દરમિયાન તેણે રોકી સાથે ૧૫ મિનિટમાં થયેલા લગ્ન અને તેમની સાથેના સંબંધો વિશે વાત કરી હતી. હિનાએ કહ્યું, “આ એક અચાનક લેવાયેલો ર્નિણય હતો. અમે આનું કોઈ પ્લાનિંગ નહોતું કર્યું. મને નથી લાગતું કે અમે લગ્ન માટે તૈયાર પણ હતા. અમે એકબીજા સાથે ૧૦ વર્ષથી પણ વધુ સમયથી હતા. મને લાગે છે હવે ૧૩-૧૪ વર્ષ થઈ ગયા. હું હેલ્થ બાબતે જે પણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી, મેં તેને બધું જ કહ્યું. મેં કહ્યું કે ‘યા તો તું આગળ વધી જા, કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લે, જેની સાથે પણ તું ઈચ્છે, અથવા મારી સાથે લગ્ન કરી લે કારણ કે મને નથી ખબર કાલે શું થશે.’”હિનાએ આગળ જણાવ્યું કે તેમણે ૧૫ મિનિટથી પણ ઓછા સમયમાં એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. તેણે કહ્યું કે આ લગ્નનું મોટું કારણ તેની હેલ્થ કંડિશન હતી. તેણે કહ્યું કે તેમને ખબર નહોતી કે આગળ શું થઈ શકે છે. તેથી તેઓ આ ર્નિણય સાથે આગળ વધ્યા. રોકીએ પણ લગ્ન માટે હા પાડી અને બંનેએ રજિસ્ટર મેરેજ કરી લીધા.હિના ખાને ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થી ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. અક્ષરાના નામથી તેને ઘરે-ઘરે ઓળખ મળી હતી. આ જ શો દરમિયાન તેની અને રોકીની મુલાકાત થઈ હતી અને સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો હતો. હિનાએ ઘણા સમય પહેલા જ રોકી સાથેના પોતાના સંબંધની પુષ્ટિ કરી દીધી હતી. હિનાને કેન્સરની ખબર પડ્યા પછી રોકી જ તેની અને તેના પરિવાર સાથે અડીખમ ઊભો રહ્યો હતો. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં રોકી, કીમોથેરાપી કરાવીને બહાર આવેલી હિનાની સંભાળ રાખતો જાેવા મળ્યો હતો. તેને મોજાં પહેરાવવાથી લઈને તેના ખાવા-પીવાનું ધ્યાન રોકીએ જ રાખ્યું હતું. હિનાએ પોતે પણ આ વાત સ્વીકારી છે કે રોકી તેના માટે સૌથી મોટો સહારા સમાન હતો. હવે હિનાની હેલ્થ કંડિશન પહેલા કરતાં વધુ સારી છે અને બંને ઘણા શોઝમાં સાથે જાેવા મળે છે.




