
ટીટાગઢની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કરવામાં આવી રહ્યું છે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોની ફ્રિકવન્સી વધશે આ તમામ ટ્રેનોનું નિર્માણ કોલકાતા સ્થિત ટીટાગઢની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કરવામાં આવી રહ્યું છે
ગુજરાતમાં મેટ્રો રેલ કનેક્ટિવિટીને વધુ વેગ આપવા માટે સરકારે કુલ ૩૪ અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો છે. આ ઓર્ડરમાં અમદાવાદ મેટ્રો ફેઝ-૨ માટે ૧૦ અને સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે ૨૪ ટ્રેનસેટ્સનો સમાવેશ થાય છે. આ તમામ ટ્રેનોનું નિર્માણ કોલકાતા સ્થિત ટીટાગઢની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ મેટ્રો ફેઝ-૨ હેઠળ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ૬૮.૨ કિ.મી.નું નેટવર્ક કાર્યરત છે, જેમાં હાલ ૩૨ ટ્રેનસેટ્સ દ્વારા સેવા આપવામાં આવે છે. હવે નવા ૧૦ ટ્રેનસેટ્સ ઉમેરાવાથી ટ્રેનોની અવરજવરની ફ્રિકવન્સીમાં વધારો થશે. પરિણામે મુસાફરોએ સ્ટેશન પર ટ્રેન માટે રાહ જાેવાનો સમય ઘટશે અને પરિવહન ક્ષમતા મજબૂત બનશે.




