
મહારાષ્ટ્રના એક ગામમાં ર્નિણય લેવામાં આવ્યો હવે માતા-બહેનની ગાળ આપી તો ચૂકવવો પડશે દંડ! જાે કોઈ વ્યક્તિ ગામમાં કોઈની માતા કે બહેન માટે અપશબ્દો અથવા ગાળોનો પ્રયોગ કરશે, તો તેને ૫૦૦ રૂપિયાનો દંડ થશે
મહારાષ્ટ્રના અહિલ્યાનગરની કોલગાંવ ગ્રામ પંચાયતે સામાજિક શિસ્ત અને મહિલાઓના સન્માન માટે એક મોટો ઠરાવ પસાર કર્યો છે.
ગામના નવા નિયમ મુજબ, જાે કોઈ વ્યક્તિ ગામમાં કોઈની માતા કે બહેન માટે અપશબ્દો અથવા ગાળોનો પ્રયોગ કરશે, તો તેને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ગામનો આ ર્નિણય બહાર આવતા હાલ સમગ્ર દેશભરમાં આ ર્નિણયની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ગામના આ ર્નિણયની પ્રશંસા કરી રહ્યા છે.
૧૦ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગામમાં મહિલા સન્માનનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પૂજા જગતાપ નામની એક મહિલા સભ્યએ દરખાસ્ત મૂકી હતી કે, સ્ત્રીઓને ગાળો આપીને અપમાનિત કરવાની પ્રથા બંધ થવી જાેઈએ. આ વિચારને ગ્રામસભામાં બહુમતીથી સ્વીકારી લેવામાં આવ્યો હતો.
ગામના આ ર્નિણયની ખાસ વાત એ છે કે, કોઈ વ્યક્તિને માત્ર દાવાના આધારે દંડ ફટકારવામાં આવશે નહીં.
આ નિયમનો દુરુપયોગ રોકવા માટે પંચાયતે નક્કી કર્યું છે કે દંડ ત્યારે જ વસૂલવામાં આવશે જ્યારે ગાળ આપનારનો ઓડિયો કે વિડિયો રેકોર્ડિંગ જેવા ડિજિટલ પુરાવા રજૂ કરવામાં આવે. આ ઉપરાંત દંડ પેટે વસૂલવામાં આવેલી રકમનો ઉપયોગ ગામના વિકાસ કાર્યો માટે કરવામાં આવશે.
ગ્રામ પંચાયતના મહિલા સભ્ય પૂજા જગતાપના જણાવ્યા મુજબ, સ્ત્રીઓની ઓળખ અને સન્માનને એટલી હદે અપમાનિત ન કરવી જાેઈએ કે અપશબ્દોને સમાજમાં સહજ સ્વીકારી લેવામાં આવે. કોલગાંવની આ પહેલ અન્ય ગામો અને શહેરો માટે પણ એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે.
કોલગાંવ માત્ર ગાળો પર પ્રતિબંધ માટે જ નહીં, પણ શૈક્ષણિક શિસ્ત માટે પણ જાણીતું છે. છેલ્લા એક વર્ષથી આ ગામમાં નો ગેજેટ અવર એટલે કે સાંજે ૭ થી ૯ વાગ્યા સુધી ગામના તમામ બાળકો ટીવી અને મોબાઈલથી દૂર રહીને અભ્યાસ કરે છે. આ સમય દરમિયાન માતા-પિતા પણ મોબાઈલનો ઉપયોગ ટાળે છે જેથી બાળકો માટે અભ્યાસનું યોગ્ય વાતાવરણ બની રહે.




