
ફિલ્મ ૧૦ એપ્રિલેે સિનેમાઘરોમાં રિલીઝ થશે અક્ષય, પરેશ રાવલ અને તબુની ફિલ્મ ‘ભૂત બંગલા’નું ટીઝર રિલીઝ ટીઝર લોન્ચ પહેલાં ફિલ્મના નિર્માતાઓએ ચાહકો માટે ખાસ એક્સક્લૂઝિવ ફેન સ્ક્રીનિંગનું પણ આયોજન કર્યું હતું અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શનની ફિલ્મ ભૂત બંગલાનું મજા આવે એવું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ ૧૦ એપ્રિલ ૨૦૨૬એ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.ટીઝર લોન્ચ પહેલાં ફિલ્મના નિર્માતાઓએ ચાહકો માટે ખાસ એક્સક્લૂઝિવ ફેન સ્ક્રીનિંગનું પણ આયોજન કર્યું હતું. જ્યાં ફિલ્મનું ટીઝર બતાવવામાં આવ્યું હતું.
૧ મિનિટ ૨૩ સેકન્ડનું ટીઝર એક ભયાનક દેખાતા મહેલના દૃશ્યથી શરૂ થાય છે, જ્યાં કોઈ રહસ્યમય અને ખતરનાક ઘટના બનતી દેખાય છે. પાછળથી અસરાનીનો અવાજ સંભળાય છે, જેમાં તેઓ કહે છે કે મંગલપુરમાં કોઈ લગ્ન કરતું નથી, કારણ કે એક દિવસ “વધુસુર” આવશે.ત્યારબાદ પરેશ રાવલ “વધુસુર” વિશે રાજપાલ યાદવને પૂછતા જાેવા મળે છે. જ્યારે મહેલમાં પાછા આવનારા ભૂત વિશે બધા જ લોકો ચિંતિત છે, ત્યારે અક્ષય કુમાર ખૂબ ખુશ થાય છે કારણ કે તે આ મહેલ ખરીદી લે છે — જે લોકપ્રિય બકિંગહેમ પેલેસ કરતાં માત્ર બે રૂમ નાનો છે. ત્યારબાદ ટીઝરમાં કોમેડી, ડ્રામા, રોમાન્સ અને હોરરનું મિશ્રણ જાેવા મળે છે. મંગલપુરના “વધુસુર” અને તેની દુલ્હનો પ્રત્યેના રહસ્ય વિશે જાણવા માટે પાત્રો પ્રયત્ન કરે છે અને દર્શકો માટે કોમેડી કેઓસ સર્જાય છે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે મજબૂત સ્ટારકાસ્ટ જાેવા મળશે, જેમાં તબુ, પરેશ રાવલ, રાજપાલ યાદવ, વામિકા ગબ્બી, જિશુ સેંગુપ્તા, મનોજ જાેશી, મિથિલા પાલકર, અસરાની અને રાજેશ શર્મા જેવા કલાકારો છે. ફિલ્મનું પહેલું ગીત “રામ જી આકે ભલા કરેગે” પહેલેથી જ રિલીઝ થઈ ગયું છે અને ટ્રેન્ડિંગમાં છે. આ ગીત અર્માન મલિક અને આરવાન દ્વારા બનાવાયું છે.સંગીત પ્રીતમે આપ્યું છે અને શબ્દો કુમારે લખ્યા છે. માહિતી મુજબ ફિલ્મનું ટ્રેલર ૧૮ માર્ચે રિલીઝ થવાનું છે. રસપ્રદ બાબત એ છે કે ફિલ્મનું ટ્રેલર ધુરંધર: ધ રિવેન્જ સાથે ૧૯ માર્ચથી સિનેમાઘરોમાં પણ જાેડવામાં આવશે.




