
જાગૃત નાગરિકો અને સ્થાનિક લોકો જાતે જ મેદાને ઉતર્યા અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે મહાકાય વૃક્ષ ધરાશાયું રસ્તો બંધ હોવાને કારણે એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની લાંબી કતારો લાગી હતી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા હેલ્મેટ સર્કલ પાસે બ્રિજના છેડે અચાનક એક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ભરચક ટ્રાફિક ધરાવતા આ મુખ્ય રસ્તા પર વૃક્ષ પડતા જ વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે વૃક્ષ ધરાશાયી થયા બાદ લાંબા સમય સુધી તંત્રના કોઈ અધિકારી કે કર્મચારી ઘટના સ્થળે પહોંચી શક્યા ન હતા. રસ્તો બંધ હોવાને કારણે એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોની લાંબી કતારો લાગી હતી. તંત્રની રાહ જાેયા વગર આસપાસના જાગૃત નાગરિકો અને સ્થાનિક લોકો જાતે જ મેદાને ઉતર્યા હતા.
સ્થાનિક લોકોએ પરસ્પર સહયોગથી રસ્તા પર પડેલા વૃક્ષને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી. લોકોની મહેનતને કારણે રસ્તા પરથી અવરોધ દૂર કરવામાં આવ્યો અને પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની હતી. હાલમાં આ વિસ્તારમાં ટ્રાફિક વ્યવહાર ફરી શરૂ થયો છે, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ પણ જાેવા મળ્યો હતો.




