
ગુજરાત ટાઇટન્સ સામે મોટી મુશ્કેલી.ટીમે શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા અંગે ર્નિણય લેવો પડશે.ટીમે શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા અંગે ર્નિણય લેવો પડશે.ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અને કોચ સંજય બાંગર માને છે કે ટીમે શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા અંગે મોટો ર્નિણય લેવો પડશે. સંજય બાંગરે કહ્યું કે ગુજરાત ટાઇટન્સને અગાઉ પસંદ કરેલા ખેલાડીઓમાં પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. ટીમ શાહરૂખ ખાન અને રાહુલ તેવતિયા જેવા ખેલાડીઓ માટે પ્રતિબદ્ધ છે, જે ડેથ ઓવરમાં ઝડપથી સ્કોર કરી શકે છે.
તેમણે કહ્યું કે જાે બંને ખેલાડીઓ પ્લેઇંગ ઇલેવનમાં રમે છે, તો તેમાંથી એકનો ઉપયોગ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે થઈ શકે છે. જાે આ ખેલાડીઓ નીચલા ક્રમમાં રન બનાવે છે, તો તે ટીમ માટે નોંધપાત્ર ફાયદો થશે, કારણ કે ગયા સિઝનમાં મોટાભાગના રન ટોપ ઓર્ડરમાંથી આવ્યા હતા.
બાંગરે વોશિંગ્ટન સુંદરની ભૂમિકાની પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે T20 ક્રિકેટમાં, ગુજરાત ટાઇટન્સ વોશિંગ્ટન સુંદરનો બોલિંગ કરતાં બેટિંગ માટે વધુ ઉપયોગ કરી રહ્યું છે. શક્ય છે કે ટીમના મિડલ ઓર્ડરને મજબૂત બનાવવા માટે તેને નંબર ૪ પર બેટિંગ માટે મોકલવામાં આવે.
બાંગરના મતે, ન્યૂઝીલેન્ડના ખેલાડી ગ્લેન ફિલિપ્સનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ ટીમની બેટિંગને વધુ મજબૂત બનાવશે. ફિલિપ્સ તેની ઝડપી બેટિંગ માટે જાણીતા છે અને મિડલ ઓર્ડરમાં ટીમને ઝડપથી સ્કોર કરવામાં મદદ કરી શકે છે.
સંજય બાંગરે પણ રાશિદ ખાનની બોલિંગ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે રાશિદ ખાનનું મિસ્ટ્રી ફેક્ટર હવે પહેલા જેવું રહ્યું નથી. તેમણે કહ્યું કે રાશિદ ખાન વિશ્વની લગભગ દરેક T20 લીગમાં રમે છે, તેથી મોટાભાગના બેટ્સમેન હવે તેને સારી રીતે સમજી ગયા છે. તમે બોલરને જેટલું વધુ રમશો, તેટલી જ તમે તેની રમવાની શૈલીને સમજાે છો.
બાંગરે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ વધુ પડતી ધીમી નથી, જેના કારણે રાશિદ ખાનને એક સમયે જે ફાયદો હતો તે મળતો નથી. વધુમાં, તે તાજેતરમાં ઈજામાંથી પાછો ફર્યો છે, જેના કારણે તેની બોલિંગ ગતિ પર અસર પડી છે. આમ છતાં, તે દરેક મેચમાં ૨-૩ વિકેટ લેવા સક્ષમ બોલર રહે છે, જેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર ૮ રનથી ઓછો છે.
ગુજરાત ટાઇટન્સ પાસે મજબૂત ટીમ છે, પરંતુ યોગ્ય પ્લેઇંગ ઇલેવન પસંદ કરવી ટીમ મેનેજમેન્ટ માટે સૌથી મોટો પડકાર હશે.
જાે શાહરુખ ખાન, રાહુલ તેવતિયા, વોશિંગ્ટન સુંદર અને ગ્લેન ફિલિપ્સ જેવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરે છે, તો ગુજરાત ટાઇટન્સ IPL 2026માં ટાઇટલ માટે મજબૂત દાવેદાર બની શકે છે.




