એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર વરૂણ ચક્રવર્તી ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો રિપોર્ટ્સ અનુસાર વરૂણ ચક્રવર્તીના રિપ્લેસમેન્ટ તરીકે ઉત્તર પ્રદેશના વિપરાજ નિગમને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે
વરૂણ ચક્રવર્તી ઈજાને કારણે એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગયો છે. તો હવે તેની જગ્યાએ એક નવા ખેલાડીને ટીમ ઈન્ડિયામાં તક મળી છે. રિપોર્ટ્સ અનુસાર વરૂણ ચક્રવર્તીના રિપ્લેસમેન્ટ તરીકે ઉત્તરપ્રદેશના વિપરાજ નિગમને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈ જલ્દી તેની જાહેરાત કરશે. મહત્વનું છે કે વિપરાજ નિગમ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. વિપરાજ નિગમ લેગ સ્પિનર છે અને તે આઈપીએલ સિવાય યુપી ટી૨૦ લીગમાં સારૂ પ્રદર્શન કરી ચૂક્યો છે. યુપી ટી૨૦ લીગમાં વિપરાજે અત્યાર સુધી કુલ ૧૧ મેચમાં ૨૦ વિકેટ લઈ બધાને પ્રભાવિત કર્યાં છે. ઓવરઓલ વિપરાગ નિગમે ટી૨૦મા અત્યાર સુધી ૩૪ વિકેટ લીધી છે. આઈપીએલમાં વિપરાજના નામે ૧૯ મેચમાં ૧૩ વિકેટ છે. હાલમાં તેણે શ્રીલંકા એ વિરુદ્ધ ૬૦ રન આપી ત્રણ વિકેટ મેળવી હતી.
એશિયન ગેમ્સ ૧૯ સપ્ટેમ્બરે જાપાનના આઇચી-નાયોગામાં શરૂ થશે. બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન જણાવવાની વાત પર PTI ને જણાવ્યું- વરૂણ અનિશ્ચિત કાળ માટે બહાર થઈ ગયો છે, લાંબા લિસ્ટમાંથી વિપરાજ નિગમ અને કુલદીપ યાદવ બે ઉપલબ્ધ વિકલ્પ હતા. કુલદીપ આ મહિનાના અંતમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે મેચ રમશે.
વરૂણ ચક્રવર્તી અફઘાનિસ્તાન વિરુદ્ધ ચાલી રહેલી ટી૨૦ સિરીઝની પ્રથમ મેચમાં ઈજા થયા બાદ બહાર થઈ ગયો હતો, હવે તે લાંબા સમય સુધી બહાર રહી શકે છે. બીજીતરફ વિપરાજ નિગમ પોતાની બેટિંગ ક્ષમતા માટે પણ જાણીતો છે.
એશિયન ગેમ્સમાં પુરૂષોના ક્રિકેટ મુકાબલા ૨૪ સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારત ક્વાર્ટર ફાઈનલ સ્ટેજમાં શરૂઆત કરશે. વરૂણ ચક્રવર્તી ઈજા બાદ અફઘાનિસ્તાન સામે સિરીઝમાં વાપસી કરી રહ્યો હતો. પરંતુ પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ તેને બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સલેન્સ મોકલી દેવામાં આવ્યો છે.




