બેવડી સદી ફટકારી, બોલરોને કાચાની જેમ ઝૂડ્યા ઇશાન કિશને ૨૭ ચોગ્ગા, ૭ છગ્ગા સાથે ફટકાર્યા અણનમ ૨૫૦ રન વિકેટકીપર-બલ્લેબાજ ઇશાન કિશને ફરી એકવાર ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાનો પોતાનો દાવો ઠોક્યો છે ભારતના તોફાની વિકેટકીપર-બલ્લેબાજ ઇશાન કિશને દુલીપ ટ્રોફીની ફાઇનલમાં પોતાના બેટથી બોલરોનો છક્કા છોડાવી દીધા હતા.
ઇસ્ટ ઝોનના કેપ્ટન કિશને દક્ષિણ ઝોન સામે પાંચમા ક્રમે બેટિંગ કરતાં પ્રથમ ઇનિંગમાં શાનદાર બેવડી સદી ફટકારી છે. ૩૦૧ બોલમાં ૨૫૦ રન બનાવ્યા બાદ તે રિટાયર્ડ હર્ટ થયો હતો. ડાબોડી વિકેટકીપર-બેટરે ૮૩.૦૫ના સ્ટ્રાઈક રેટમાં ૨૭ ચોગ્ગા અને ૭ છગ્ગા ફટકાર્યા હતા.
આ ઇનિંગ સાથે, ઇશાન કિશને ફરી એકવાર ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવાનો દાવો મજબૂત કર્યો છે. ટીમ ઈન્ડિયા આ નવેમ્બરમાં આગામી ટેસ્ટ શ્રેણી રમવા માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે જવાની છે. આ પ્રવાસમાં, શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ બે ટેસ્ટ મેચ રમશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2025-27) ફાઇનલ માટે દાવેદારીમાં રહેવા માટે ભારતે ન્યુઝીલેન્ડ સામેની આ ટેસ્ટ શ્રેણી જીતવી અતિ જરૂરી છે. જાે ન્યુઝીલેન્ડ સામેની બે મેચની શ્રેણી માટે કિશનની પસંદગી થાય તો તે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.
ઈશાન કિશન છેલ્લે જુલાઈ ૨૦૨૩માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટમાં ભારત માટે ટેસ્ટ મેચ રમ્યો હતો. તેણે હવે ત્રણ વર્ષના અંતરાલ પછી ફરી એકવાર પોતે ટેસ્ટ માટે પણ બેસ્ટ હોવાનો દાવો ઠોક્યો છે. BCCI પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર, દુલીપ ટ્રોફી ફાઇનલ જાેવા માટે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં હાજર છે; તેઓ ચોક્કસપણે ઈશાન કિશનના શાનદાર પ્રદર્શનથી પ્રભાવિત થયા હશે.BCCI પસંદગી સમિતિ ન્યૂઝીલેન્ડ સામેની આગામી બે મેચની શ્રેણી માટે ભારતીય ટેસ્ટ ટીમની પસંદગી કરવા માટે મીટિંગ કરશે ત્યારે ઇશાન કિશનની આ ઇનિંગ અગરકર નહીં ભૂલી શકે.
ઇશાન કિશન અત્યાર સુધી ભારત માટે ફક્ત બે ટેસ્ટ મેચ રમ્યો છે, જેમાં તેણે ૭૮ ની સરેરાશથી ૭૮ રન બનાવ્યા છે. આ સમયે તેણે એક અડધી સદી પણ ફટકારી છે, જેમાં તેમનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર અણનમ ૫૨ રન છે. વધુમાં કિશને ટીમ ઇન્ડિયા માટે વિકેટકીપર તરીકે પાંચ શિકાર કર્યા છે. દુલીપ ટ્રોફી ફાઇનલમાં ઇશાન કિશનના ૨૫૦ રનના ઇનિંગને કારણે, ઈસ્ટ ઝોને દક્ષિણ ઝોન સામેની તેમની પ્રથમ ઇનિંગમાં પાંચ વિકેટ ગુમાવીને ૬૧૪ રનનો જંગી સ્કોર બનાવ્યો છે. કિશને આ મેચને ઈસ્ટ ઝોનની ફેવરમાં કરવામાં મોટો રોલ નિભાવ્યો છે. ઈશાન કિશન ભારતનો જબરદસ્ત બેટર છે. એ કોઈ પણ સમયે મેચનું પાસું બદલી શકવાની ક્ષમતા ધરાવે છે. જાેકે, તેની સ્પેશ્યાલિટીએ ટી-૨૦ મેચો છે.




