
કોંગ્રેસે નિકાસકારો માટે સહાય પેકેજની કરી માગ ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ગુજરાતની ૫૦૦ કરોડની કેરી પર નુકસાનની ભીતિ ગલ્ફ દેશોના પોર્ટ પર સર્જાયેલી અંધાધૂંધીને કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળાઓ હવે ભારત અને ખાસ કરીને ગુજરાતના એક્સપોર્ટર્સને દઝાડી રહી છે.
ગલ્ફ દેશોના પોર્ટ પર સર્જાયેલી અંધાધૂંધીને કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે.
ઓમાન અને UAE ના પોર્ટ પર હાલમાં અંદાજે ૨૯,૦૦૦ કન્ટેનર અટવાયેલા છે, જેમાં ૫,૫૦૦ થી વધુ કન્ટેનર માત્ર ભારતના છે. આ કન્ટેનરને પરત લાવવા માટે એક્સપોર્ટર્સ પર ?૨૭૫ કરોડનો વધારાનો ખર્ચ આવી રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ માંગ કરી છે કે સરકાર આ રિટર્ન ચાર્જ માફ કરે અને વેપારીઓ માટે વિશેષ પેકેજ જાહેર કરે.
ગુજરાતની કેરી અને કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં આ સંકટની સૌથી વધુ અસર ગુજરાતના કૃષિ અને ગારમેન્ટ ક્ષેત્ર પર પડી છે:
પેરીશેબલ ગુડ્સ: ગલ્ફમાં ફસાયેલા ૮૦૦ કન્ટેનરમાં ખેતીની જણસો છે, જે બગડવાની અણી પર છે.
કેરીનો વેપાર: ગલ્ફમાં એક્સપોર્ટ થતી ગુજરાતની ?૫૦૦ કરોડની કેરી બગડી જવાની આશંકા છે.
ગારમેન્ટ બિઝનેસ: ઈદના તહેવાર સમયે જ કાપડના કન્ટેનર અટવાતા અંદાજે ?૧૫૦૦ કરોડના બિઝનેસ પર સીધી અસર પડી છે.
જાે કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક દખલગીરી કરીને એક્સપોર્ટર્સ માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં નહીં આવે, તો ગુજરાતના અનેક નાના-મોટા વેપારીઓ પાયમાલ થઈ શકે છે.




