આમ્રપાલી દુબેના નવા લૂકની ચર્ચા.બિગ બોસ ૨૦માં આમ્રપાલી દુબેનું બે મહિનામાં જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન.વજન ઘટાડ્યા બાદ બદલાયો અભિનેત્રીનો અંદાજ, ગૌહર ખાને પણ કર્યા નવા લૂકના વખાણ.માત્ર ૨ મહિનામાં આમ્રપાલી દુબેએ ઘટાડ્યું વજન, નવો લૂક જાેઈ લોકોની બોલતી બંધ થઈ ગઈ. ભોજપુરી હસીના આમ્રપાલી દુબેએ બિગ બોસ ૨૦માં પોતાની હાજરી, સ્ટાઈલ અને આત્મવિશ્વાસથી ભારે ચર્ચા જગાવી છે. તેમના વજન ઘટવા અને નવા લૂકની ચર્ચા વચ્ચે ગૌહર ખાનની પ્રશંસા પણ હેડલાઈન્સમાં છે, જ્યારે માહી વિજની ટિપ્પણી બોડી-શેમિંગ વિવાદ બની ગઈ હતી. બિગ બોસના ઘરમાં આમ્રપાલી દુબેનું ટ્રાન્સફોર્મેશન દર્શકો માટે ચર્ચાનો વિષય બન્યું છે.ભોજપુરી હસીના આમ્રપાલી દુબેએ બિગ બોસ ૨૦માં પોતાની હાજરી, સ્ટાઈલ અને આત્મવિશ્વાસથી ભારે ચર્ચા જગાવી છે. તેમના વજન ઘટવા અને નવા લૂકની ચર્ચા વચ્ચે ગૌહર ખાનની પ્રશંસા પણ હેડલાઈન્સમાં છે, જ્યારે માહી વિજની ટિપ્પણી બોડી-શેમિંગ વિવાદ બની ગઈ હતી.બિગ બોસના ઘરમાં આમ્રપાલી દુબેનું ટ્રાન્સફોર્મેશન દર્શકો માટે ચર્ચાનો વિષય બન્યું છે. ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રીએ શો દરમિયાન પોતાની ફિટનેસ અને લૂકમાં અદભુત બદલાવ બતાવ્યો, જેની ફેન્સે સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરી છે. આમ્રપાલીના લૂકમાં આત્મવિશ્વાસ, સ્ટાઈલ અને સ્ક્રીન પ્રેઝન્સનો શાનદાર સંગમ જાેવા મળ્યો છે. આમ્રપાલીની આ સફર માત્ર શારીરિક બદલાવની કહાની નથી. આ પરિવર્તન તેમની મહેનત, ફિટનેસ અને આત્મવિશ્વાસને દર્શાવે છે. બિગ બોસના ઘરમાં ટીકાઓ અને ટિપ્પણીઓ વચ્ચે તેમનું શાંત વલણ અને સ્ટાઈલિશ અંદાજ તેમને વધુ ચર્ચિત બનાવી ગયા છે.માહી વિજે શોમાં આમ્રપાલી દુબેને ‘આલૂ કી બોરી’ એટલે કે ‘સેક ઓફ પોટેટો’ (બટાકાની બોરી) કહ્યા હતા, જેના બાદ બોડી-શેમિંગને લઈને મોટો વિવાદ છેડાયો હતો. માહીએ આમ્રપાલીના ગેમપ્લે પર સવાલ ઉઠાવતા આ ટિપ્પણી કરી હતી, પરંતુ દર્શકોએ તેને તેમના શરીર પર નિશાન સાધ્યું હોવાનું માન્યું હતું.હવે જુઓ, આમ્રપાલીએ પોતાનું એવું ટ્રાન્સફોર્મેશન કર્યું કે દરેક જગ્યાએ તેમની સુંદરતાના ચર્ચા થઈ રહ્યા છે. ગૌહર ખાન સુદ્ધાં તેમની સાદગીની પ્રશંસક બની ગઈ છે. એટલું જ નહીં, આમ્રપાલી ગેમને લઈને શું વિચારે છે, તે જાણવા માટે સલમાન ખાન પણ ઘણા ઉત્સાહિત રહે છે. શોના હોસ્ટ માટે આમ્રપાલીનો અભિપ્રાય ઘણું મહત્ત્વ ધરાવે છે. એક સમય હતો જ્યારે આમ્રપાલી પોતાના વધતા વજનને કારણે ટોણા સાંભળી રહી હતી. પરંતુ ૨ મહિનાની અંદર તેમણે જે રીતે પોતાની બોડીની કાયાપલટ કરી છે, તેના માટે જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે.




