શ્રદ્ધા કપૂરની લાવણી માટે ખાસ મહેનત.‘ઈથા’ માટે શ્રદ્ધાએ પગમાં ૪ કિલોના ઘૂંઘરુ બાંધીને લાવણી કલાકારો સાથે તાલીમ લીધી.શાકુંતલા જીએ ચહેરાના હાવભાવ શીખવ્યા, લાવણી કલાકારો સાથે વર્કશોપમાં શ્રદ્ધાએ કરી ખાસ તૈયારી.અભિનેત્રી શ્રદ્ધા કપૂર આગામી ફિલ્મ ‘ઈથા’માં લાવણી કલાકારની ભૂમિકામાં જાેવા મળશે. આ પાત્ર માટે તેણે માત્ર નૃત્યની તાલીમ જ નહીં, પરંતુ લાવણી સાથે જાેડાયેલી લાગણીઓ અને અભિવ્યક્તિઓ સમજવા માટે પણ ખાસ મહેનત કરી છે. ફિલ્મના ગીત ‘જી જી રે જી’ના લોન્ચ પ્રસંગે શ્રદ્ધાએ પોતાની તૈયારી વિશે વાત કરી હતી.શ્રદ્ધાએ જણાવ્યું કે ફિલ્મ સાથે જાેડાઈ ત્યારે તેને લાવણી વિશે ખાસ જાણકારી નહોતી. આથી તેણે લાવણી અને તમાશાના કલાકારો સાથે સમય વિતાવ્યો અને અનેક વર્કશોપમાં ભાગ લીધો. આ દરમિયાન વરિષ્ઠ કલાકાર શાકુંતલા જીએ તેને લાવણીમાં ચહેરાના હાવભાવનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમનાં શબ્દો યાદ કરતાં શ્રદ્ધાએ કહ્યું, “પગમાં ઘૂંઘરુ બાંધીને નૃત્ય તો શીખી જશો, પરંતુ ચહેરા પર શું અભિવ્યક્ત કરવાનું છે તે પહેલાં સમજવું પડશે.”શ્રદ્ધાએ દરેક પગમાં ૪ કિલોના ઘૂંઘરુ બાંધીને અભ્યાસ કર્યાે હતો. શૂટિંગ દરમિયાન ઈજા થતાં પણ દિગ્દર્શક લક્ષ્મણ ઉટેકર અને નિર્માતા દિનેશ વિજનનો તેને સહયોગ મળ્યો હતો.‘જી જી રે જી’ ગીતને અજય-અતુલે સંગીત આપ્યું છે, શ્રેયા ઘોષાલે સ્વર આપ્યો છે અને વૈભવી મર્ચન્ટે કોરિયોગ્રાફી કરી છે. લક્ષ્મણ ઉટેકરના દિગ્દર્શનમાં બનેલી ‘ઈથા’ ૪ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.




