
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશભરમાં છેલ્લા એક સપ્તાહ થી ગેસ ના સિલિન્ડર અંગે ચાલી રહેલી અફવાનું કેન્દ્ર સરકારે ખંડન કરતાં સ્પષ્ટતાપૂર્વક જણાવ્યુ હતું કે ગેસ સિલિન્ડરમાં રાબેતા મુજબનો એટલે કે ૧૪.૨ કિલો ગેસ જ આવશે એમાં કોઈ પણ પ્રકારની ધટ કરવામાં આવી નથી.
આમ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની અસર ભારતના ઉર્જાપુરવઠા પર પણ પડી રહી છે ત્યારે રાંધણગેસના સિલિન્ડરમાં ૧૪.૨ કિલોગ્રામ ને બદલે ૧૦ કિલો ગ્રામ ગેસ ભરવામાં આવશે એવા સમાચારોને સરકારે નકારી કાઢયા છે. આવા અહેવાલમાં એવો તર્ક આપવામાં આવતો હતો કે ઓછા વજનનું સિલિન્ડર આપવામાં આવે તો ઘણા લોકોને ગેસપુરવઠો પૂરો પાડી શકાય.પણ પેટ્રોલિયમ મંત્રાલયના પ્રેસ બ્રીફિંગમાં જ્યારે પુછવામાં આવ્યું કે શું સરકાર ગેસ-સિલિન્ડર ની ક્ષમતા ઘટાડીને ૧૦ કિલોગ્રામ કરવાનું વિચારી રહી છે ત્યારે સરકારે કહ્યું હતું કે આવો કોઈ વિચાર કે પ્રસ્તાવ આવ્યો નથી. લોકોએ આવી અફવાઓ પર ધ્યાન આપવું જોઈએ નહીં. અને આવા અહેવાલ ભ્રામક અને અફવા છે.





