વન રિંગ માટે સૌરોનની શોધ કેન્દ્રમાં.ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ : ધ રિંગ્સ ઓફ પાવર સીઝન ૩નું ટીઝર રિલીઝ.વિશ્વભરના ચાહકોને મહાકાવ્ય ગાથાના આગામી પ્રકરણની પ્રારંભિક અને રોમાંચક ઝલક આપી.બ્લોકબસ્ટર ફેન્ટસી શ્રેણી “ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ: ધ રિંગ્સ ઓફ પાવર” સીઝન-૩ ની ચાલી રહેલી ઇન્તેજારીનો આખરે અંત આવ્યો છે. પ્રાઈમ વિડીયોએ SDCC 2026 ખાતે પ્રતિષ્ઠિત હોલ H પ્રેઝન્ટેશન દરમિયાન તેની બ્લોકબસ્ટર ફેન્ટસી શ્રેણી “ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ: ધ રિંગ્સ ઓફ પાવર” સીઝન ૩ નું ખૂબ જ અપેક્ષિત પ્રથમ ટીઝર રિલીઝ કર્યું છે.આ રિલીઝ વખતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં શોના સર્જકો, જેડી પેન અને પેટ્રિક મેકકે, મુખ્ય કલાકારો – સિન્થિયા અડાઈ-રોબિન્સન, ઓવેન આર્થર, ઇસ્માઇલ ક્રુઝ કોર્ડાેવા, ચાર્લી વિકર્સ, ડેનિયલ વેમેન અને નવોદિત જેમી કેમ્પબેલ બોવર વગેરે હાજર રહ્યા હતા. તેઓએ વિશ્વભરના ચાહકોને મહાકાવ્ય ગાથાના આગામી પ્રકરણની પ્રારંભિક અને રોમાંચક ઝલક આપી હતી.તાજેતરમાં રિલીઝ થયેલું આ ટીઝર પુષ્ટિ કરે છે કે સીઝન ૩ શ્રેણીની સૌથી બ્લેક હશે. “ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ: ધ રિંગ્સ ઓફ પાવર” સીઝન ૩ની કહાણી મુજબ એરિજનના પતનના પાંચ વર્ષ પછી, મધ્ય-પૃથ્વી હવે યુદ્ધમાં ડૂબી ગઈ છે કારણ કે સૌરોનનાં દળો સતત તેમનો પ્રભાવ વધારી રહ્યા છે. વન રિંગ માટે સૌરોનની શોધ કેન્દ્રમાં છે. ડાર્ક લોર્ડે બારાદ-દુરમાં પોતાનો આધાર સ્થાપિત કર્યાે છે, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય છે: વન રિંગ બનાવવી. જેમ જેમ મધ્ય-પૃથ્વીમાં તેનો પ્રભાવ વધતો જાય છે, તેમ તેમ ઝનુન, વામન, માનવીઓ અને જાદુગરોએ તેમના મતભેદોને બાજુ પર રાખીને ખૂબ મોડું થાય તે પહેલાં તેને રોકવા માટે દળોમાં જાેડાવું જાેઈએ.આ કાલ્પનિક મહાકાવ્યમાં હવે નવા પાત્રો જાેડાયાં છે. પ્રાઇમ વિડીયોએ પણ કલાકારોમાં ઘણા નવા ઉમેરાયા હોવાની પુષ્ટિ કરી છે. એડી માર્સન કિંગ ડ્યુરિન IV ના મોટા ભાઈ થ્રેનની ભૂમિકા ભજવશે. એન્ડ્રુ રિચાર્ડસન એલેંડિલના નાના પુત્ર અને ઇસિલ્ડુરના ભાઈ એનારોન તરીકે જાેડાઈ રહ્યા છે, જ્યારે એડમ યંગ માર્નુખની ભૂમિકા ભજવશે. તેઓ જેમી કેમ્પબેલ બોવર (જે ગેલાડ્રિએલના લાંબા સમયથી ખોવાયેલા પતિ સેલેબોર્નની ભૂમિકા ભજવશે) અને ઝુબિન વર્લા (જે રુનના ઇસ્ટરલિંગ ખામુલની ભૂમિકા ભજવશે) સાથે જાેડાય છે.સિમોન પેગ બાલરોગને અવાજ આપે છે. પેનલમાં સૌથી મોટા આશ્ચર્યમાંની એક જાહેરાત એ હતી કે સિમોન પેગ બાલરોગના અવાજ તરીકે શ્રેણીમાં જાેડાયા છે. નિર્માતાઓના મતે, આ ભયાનક પ્રાણી ળેન્ચાઇઝમાં પ્રથમ વખત બોલશે, જે કાલ્પનિક શ્રેણી માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે.ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ: ધ રિંગ્સ ઓફ પાવર સીઝન ૩ રિલીઝ શેડ્યૂલ આ મુજબ છે:ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ: ધ રિંગ્સ ઓફ પાવર સીઝન ૩ ૧૧ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ પ્રાઇમ વિડીયો પર પ્રીમિયર થશે, જેમાં પહેલા ચાર એપિસોડ એકસાથે રિલીઝ થશે. પાંચમો અને છઠ્ઠો એપિસોડ ૧૮ નવેમ્બરે રિલીઝ થશે, ત્યારબાદ છેલ્લા બે એપિસોડ ૨૫ નવેમ્બરે રિલીઝ થશે.





