
૭૫% સુધીનું ડિસ્કાઉન્ટ અને કોને મળશે મફત ટિકિટ જવાનો અને તેમના પરિવાર કરી શકે છે આજીવન ફ્રી મુસાફરી રેલવેએ વીરતા પુરસ્કાર વિજેતા આર્મી, નેવી અને એરફોર્સના જવાનો અને તેમની વિધવાઓને આજીવન મફત ટ્રેન મુસાફરીનો વિશેષાધિકાર આપ્યો
બે દિવસ પહેલા જ રેલવેએ ટિકિટ કેન્સલેશન પર એક મોટો ર્નિણય લેતા રિફંડના નવા નિયમો લાગુ કર્યા છે. રેલવે દ્વારા કન્ફર્મ ટિકિટ કેન્સલ કરવાના નવા નિયમ લાગુ કરી દેવામાં આવ્યા છે. હવે વધુ એક ર્નિણય લેતા રેલવેએ લાઈફ ટાઈમ મફત મુસાફરીની ભેટ આપી છે. રેલવેએ વીરતા પુરસ્કાર વિજેતા આર્મી, નેવી અને એરફોર્સના જવાનો અને તેમની વિધવાઓને આજીવન મફત ટ્રેન મુસાફરીનો વિશેષાધિકાર આપ્યો છે. ભારત સરકારે રેલવે છૂટછાટો અંગે એક આદેશ જાહેર કર્યો છે. જેમાં સરકારે આર્મી, નેવી અને એરફોર્સ મેડલ ગેલેન્ટ્રી એવોર્ડ વિજતાઓને ફ્રી ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે આદેશ જાહેર કર્યો છે કે, આર્મી, નેવી અને એરફોર્સ મેડલ વીરતા પુરસ્કાર વિજેતાઓને અને તેમની પત્નીઓ અને વિધવાઓને લાઈફ ટાઈમ ભારતીય રેલવેની ટ્રેનોમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ છઝ્ર અને છઝ્ર ચેર કાર કોચમાં ફ્રી મુસાફરીની ભેટ આપી છે.
સાથે જ પુરસ્કાર મેળવનારાઓ ઉપરાંત એક સાથીદારને પણ લાઈફ ટાઈમ ફ્રી રેલ મુસાફરીની છૂટ આપવામાં આવી છે. આ માહિતી ડિફેન્સ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. જેના દ્વારા સેના સાથે સંકળાયેલા આ લોકોને લાઈફ ટાઈમ રેલવે છઝ્ર કોચમાં મુસાફરી કરવાનો વિશેષાધિકાર મળ્યો છે.
રેલવે દિવ્યાંગ, માનસિક રીતે કમજાેર અને સંપૂર્ણપણે દૃષ્ટિહીન મુસાફરોને ટ્રેન ટિકિટ પર ભાડામાં છૂટ આપે છે. આ લોકોને જનરલ ક્લાસ, સ્લીપર ક્લાસ અને ૩છઝ્ર કોચમાં ૭૫% સુધીની છૂટ મેળવવા માટે હકદાર છે. રેલવે કેન્સર, થેલેસેમિયા, હૃદય રોગ, કિડની રોગ, હિમોફીલિયા, ટીબી, એઇડ્સ અને ઓસ્ટોમી જેવી ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને પણ ભાડામાં છૂટ આપે છે.
આ ઉપરાંત રેલવે વિદ્યાર્થીઓને પણ ટ્રેન ભાડામાં રાહત આપે છે, તેમને અલગ-અલગ કોચ ૫૦% થી ૭૫% સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. અગાઉ રેલવે વરિષ્ઠ નાગરિકોને પણ ભાડામાં પણ છૂટ આપતી હતી. જાે કે, કોવિડ-૧૯ મહામારી દરમિયાન આ છૂટ બંધ કરવામાં આવી છે.





