
ભારતનો મોટો દાવ હોર્મુઝમાં મોટી રાહત બાદ હવે રશિયાથી આવશે LNG ખજાનો ભારત સરકારે ઘરેલૂ ઊર્જા કંપનીઓને રશિયાથી LNG ખરીદ ફરીથી શરુ કરવા માટે તૈયાર રહેવા કહી દીધું છે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી જંગની આગે ભારતની રસોઈથી લઈ ફેક્ટરીને પણ પ્રભાવિત કરી છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર, ભારત સરકારે ઘરેલુ ઊર્જા કંપનીઓને રશિયાથી ન્દ્ગય્ ખરીદ ફરીથી શરૂ કરવા માટે તૈયાર રહેવા કહી દીધું છે. આ પગલું યુક્રેન યુદ્ધથી અત્યાર સુધીનું સૌથી મોટું નીતિગત પગલું માનવામાં આવી રહ્યું છે.
Jerusalem Post ના હવાલેથી આપેલા રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત અને રશિયાની વચ્ચે લિક્વિફાઇડ નેચરલ ગેસ એટલે કે LNG સીધી સપ્લાય ફરીથી શરૂ કરવા પર સહમતિ બની રહી છે. યુક્રેન યુદ્ધ બાદ પહેલી વાર એવું થશે જ્યારે રશિયા ડાયરેક્ટ ભારતને LNG વેચશે. આ મૌખિક સહમતિ ૧૯ માર્ચના રોજ દિલ્હીમાં રશિયાના ઉપ ઊર્જા મંત્રી પાવેલ સોરોકિન અને કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી વચ્ચે થઈ બેઠકમાં થઈ. તેની સાથે જ રશિયાના ક્રૂડ ઓઇલની સપ્લાય વધારવા પર પણ સહમતિ બની છે. અનુમાન છે કે રશિયાથી ઓઇલ આયાત લગભગ એક મહિનામાં ડબલ કરીને ૪૦ ટકા સુધી પહોંચી શકે છે. ઈરાન પર અમેરિકા-ઇઝરાયેલ હુમલા અને ત્યાર બાદ ઈરાનની જવાબી કાર્યવાહીએ વૈશ્વિક ઊર્જા બજારને હચમચાવી નાખ્યું છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવના કારણે ભારતની ઊર્જા સપ્લાય પર સીધી અસર પડી છે, કેમ કે દેશનું લગભગ અડધું તેલ અને LNG આ રસ્તેથી આવે છે. તેની અસર દેશમાં પણ દેખાઈ- જેમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો, કુકિંગ ગેસ સપ્લાયની તંગી, ઊર્જા કિંમતોમાં ભારે ઉછાળો વગેરે જાેવા મળ્યો.
ભારતે પહેલા રશિયા પાસેથી ક્રૂડ તેલ મોટી માત્રામાં ખરીદતું હતું, જેનાથી મોસ્કોની અર્થવ્યવસ્થાને મદદ મળી. પણ બાદમાં અમેરિકા દ્વારા ભારતીય સામાનો પર ભારે ટેરિફ લગાવ્યા બાદ ભારતે રશિયન તેલ ખરીદમાં કાપ મૂક્યો હતો. જાે કે હવે હાલાત બદલાતા ભારતે ફરી પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાથમિકતા આપતા રશિયા તરફ ઝુકાવ દેખાઈ રહ્યો છે.





