શાહિદ અને સૈફની મુલાકાતે ચાહકો ચોંક્યા કરીનાના એક્સ બોયળેન્ડ શાહિદ અને પતિ સૈફે એકબીજાને ગળે લગાવ્યા સોશિયલ મીડિયા પર બંને કલાકારોનો વીડિયો વાયરલ, હસીને વાતચીત કર્યા બાદ ભેટી પડ્યા, ચાહકોની મિશ્ર પ્રતિક્રિયા જાેવા મળી
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનના એક્સ બોયળેન્ડ શાહિદ કપૂર અને તેમના પતિ સૈફ અલી ખાન એકબીજાને ગળે લગાવતા જાેવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ વીડિયોને લઈને નેટિઝન્સની મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. કેટલાક લોકો શાહિદ અને સૈફને એક જ ળેમમાં જાેઈને ખુશ થઈ રહ્યા છે, તો કેટલાકનું કહેવું છે કે તેમને આવું જાેવા મળશે તેવી બિલકુલ અપેક્ષા નહોતી.કરીના કપૂર એક સમયે લાંબા સમય સુધી શાહિદ કપૂરને ડેટ કરતી હતી. જાેકે, બાદમાં બંને અલગ થઈ ગયા હતા. આ દરમિયાન કરીના અને સૈફ અલી ખાન વચ્ચે નિકટતા વધી હતી અને ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધાં હતાં. જાેકે, બ્રેકઅપ પછી પણ શાહિદ અને કરીના વચ્ચેના સંબંધો સામાન્ય રહ્યા છે. થોડા દિવસો પહેલાં જ IIFA એવોર્ડ્સની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શાહિદે કરીનાને ગળે લગાવી હતી. હવે તેની મુલાકાત સૈફ અલી ખાન સાથે થઈ છે.સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં સૈફ અલી ખાન અને શાહિદ કપૂર એક જગ્યાએ ઊભેલા જાેવા મળે છે. આ દરમિયાન શાહિદ કેઝ્યુઅલ લુકમાં જાેવા મળી રહ્યો છે, જ્યારે સૈફ જીન્સ અને શર્ટમાં નજરે પડે છે. શાહિદે બ્લુ રંગનું સ્લીવલેસ ટી-શર્ટ અને તેની સાથે મેચિંગ પેન્ટ પહેર્યું છે.વીડિયોમાં બંને કલાકારો એકબીજા સાથે હસતાં-મુસ્કુરાતાં વાત કરતા જાેવા મળે છે. ત્યારબાદ બંને એકબીજાને ગળે પણ લગાવે છે. આ દૃશ્ય જાેઈને સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરતાં લખ્યું, ‘આવું તો માત્ર ભારતમાં જ થઈ શકે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘હવે તો બરાબરી થઈ ગઈ. પહેલાં કરીના કપૂર મીરા કપૂર (શાહિદની પત્ની)ને મળી હતી અને હવે આ બંને મળ્યા.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ બંનેને જાેઈને લાગે છે કે જિંદગી કેટલી સરળ છે. આપણે જ લાગણીઓને વધારે મહત્ત્વ આપી દઈએ છીએ.’શાહિદ કપૂરે માત્ર કરીના કપૂર ખાન સાથે જ નહીં, પરંતુ સૈફ અલી ખાન સાથે પણ ફિલ્મમાં કામ કર્યું છે. વર્ષ ૨૦૧૭માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રંગૂન’માં બંને કલાકારો સાથે જાેવા મળ્યા હતા. આ ફિલ્મમાં કંગના રનૌત પણ મહત્ત્વની ભૂમિકામાં હતી.




