
નવી ગાઈડલાઈન્સ જાહેર કરાઈ.૨૦ એપ્રિલથી ફ્લાઈટમાં ૬૦% સીટ વધારાના ચાર્જ વગર ઓફર થશે.સીટ એલોકેશનમાં પણ એરલાઈન્સ દ્વારા પારદર્શક પ્રક્રિયાનું પાલન થશે: DGCA.સઉડ્ડયન ક્ષેત્ર પર દેખરેખ રાખતી એજન્સી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા એરલાઈન્સ કંપનીઓની નફાખોરી પર લગામ કસવા આખરે પ્રયાસ થયો છે. DGCA ના જણાવ્યા મુજબ, ૨૦ એપ્રિલથી એરલાઈન્સ એજન્સીઓ વધારાનો ચાર્જ લીધા સિવાય ઓછામાં ઓછી ૬૦ ટકા બેઠકની ફાળવણી કરશે. સીટ એલોકેશનની પ્રક્રિયાને પણ આ સાથે પારદર્શક બનાવવામાં આવશે. અગાઉ ૧૮ માર્ચે કેન્દ્ર સરકારના ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન્સ કંપનીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરવાની સૂચના DGCA ને આપી હતી. જેના ભાગરૂપે નવી ગાઈડલાઈન્સ જાહેર કરાઈ છે. સરકારની સૂચના અન્વયે DGCA દ્વારા એર ટ્રાન્સપોર્ટ સરક્યુલરમાં સુધારો જાહેર કરાયો છે, જેનો અમલ ૨૦ એપ્રિલથી થવાનો છે. એરલાઈન્સ દ્વારા કોઈ ચોક્કસ સીટની ફાળવણી માટે મુસાફરો પાસેથી વધારાના ચાર્જ વસૂલવામાં આવે છે. હવે ૨૦ એપ્રિલથી દરેક ફ્લાઈટમાં ઓછામાં ઓછી ૬૦ ટકા બેઠકો માટે વધારાની ફી વસૂલી શકાશે નહીં.
ઉપલબ્ધ ળી સીટની માહિતી અને તે માટેની નીતીનો સ્પષ્ટ ઉલ્લેખ બુકિંગ ઈન્ટરફેસ પર પર કરવાનો રહેશે. વધુમાં એક જ પેસેન્જર નેમ રેકોર્ડ (PNR) નંબરથી ટિકિટ બુક કરાવનારા પ્રવાસીઓને એકબીજાની નજીકમાં બેઠક મળે તેની કાળજી રાખવામાં આવશે. એરલાઈન્સ કંપનીઓએ પણ DGCA ની નવી માર્ગદર્શિકાના અમલ માટે તૈયારી હાથ ધરી છે. હાલની સ્થિતિએ માત્ર ૨૦ ટકા સીટ કોઈ ચાર્જ વગર બુક થઈ શકે છે, જ્યારે અન્ય ૮૦ ટકા માટે ફી ચૂકવવી પડે છે. સામાન્ય રીતે એરલાઈન્સ દ્વારા સીટની પસંદગી માટે રૂ.૨૦૦થી માંડી રૂ.૨૧૦૦ સુધીનો ચાર્જ લેવામાં આવે છે. જેમાં ળન્ટ રો અને એક્સ્ટ્રા લેગરૂમ જેવા પાસાં ધ્યાને રાખવામાં આવે છે. સ્પોર્ટ્સ કે મ્યૂઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ જેવી વૈકલ્પિક સેવાઓ જ્યાં નુકસાનીના કિસ્સામાં જવાબદારી લાગુ પડતી હોય ત્યાં એરલાઈન્સની વેબસાઈટ તથા અન્ય બુકિંગ પ્લેટફોર્મ્સ પર પારદર્શક અને સ્પષ્ટ રીતે ચાર્જીસ જણાવવાના રહેશે. ૨૦ માર્ચે DGCA દ્વારા જારી કરાયેલા સરક્યુલરના અમલ માટે ૩૦ દિવસની મુદત અપાઈ હતી. સીટ એલોકેશનથી માંડી વિવિધ સેવાઓમાં એરલાઈન્સ વધારાના ચાર્જ વસૂલતી હોવાની વ્યાપક ફરિયાદો બાદ DGCA દ્વારા આ ર્નિણય લેવામાં આવ્યો છે. DGCA ના આ ર્નિણય સામે ગત સપ્તાહે ઈન્ડિગો, એર ઈન્ડિયા અને સ્પાઈસ જેટ જેવી કંપનીઓએ વિરોધ નોંધાવ્યો હતો. કંપનીઓના જણાવ્યા મુજબ, DGCA ના આ ર્નિણયથી એરલાઈન્સ કંપનીઓની આવકમાં ઘટાડો આવશે અને તેને સરભર કરવા માટે ફ્લાઈટની ટિકિટો મોંઘી કરવાની ફરજ પડશે.





