બિહાર-આસામમાં નોંધાયેલી FIR પાછી ખેંચવાનો ર્નિણય કોકરોચ જનતા પાર્ટીની આંદોલનની ચીમકી બાદ ફરી ઝૂકી સરકાર કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મોડી રાત્રે ૧ વાગ્યે એક પોસ્ટ શેર કરીને આ સમગ્ર બાબતની જાણકારી આપી હતી વિદ્યાર્થીઓ અને યુવા આંદોલનકારીઓના સતત વિરોધ પ્રદર્શન બાદ આખરે સરકારી સ્તરે મોટો ઉકેલ આવતો દેખાઈ રહ્યો છે. મોડી રાત્રે સરકારી પ્રતિનિધિઓ અને આંદોલનનું નેતૃત્વ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. દિલ્હી પોલીસના મધ્યસ્થી અધિકારીઓ સાથે ચાલેલી લાંબી ચર્ચા બાદ બિહાર અને અસમ સરકારે આ અંગે મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યા છે.કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર મોડી રાત્રે ૧ વાગ્યે એક પોસ્ટ શેર કરીને આ સમગ્ર બાબતની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આખા મામલામાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહેલા દિલ્હી પોલીસના ઉચ્ચ પ્રતિનિધિઓ મોડી રાત્રે તેમને મળવા આવ્યા હતા.દાસના જણાવ્યા મુજબ, આ બેઠક આશરે ૨થી ૩ કલાક સુધી ચાલી હતી, જેમાં સરકારે આંદોલનકારીઓને આપેલા વચનો અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. પોલીસ પ્રતિનિધિઓ પોતાની સાથે બિહાર સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝની નકલ પણ લાવ્યા હતા.સૌરવ દાસે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પાર્ટી આંદોલનના પ્રથમ દિવસથી જ દરેક પ્રદર્શનકારી વિદ્યાર્થી સાથે મક્કમતાથી ઊભી છે અને તેમને ક્યારેય એકલા પડવા દેશે નહીં.





