
શ્રીલંકાના સાંસદ નેતા નમલ રાજપક્ષાએ ભારતનો આભાર માન્યો.ભારતે સંકટના સમયે શ્રીલંકાને ૩૮ હજાર ટન પેટ્રોલિયમની સહાય કરી.જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય હોય કે આર્થિક સહાય, ભારતે હંમેશા પોતાની ‘પડોશી પ્રથમ’ની નીતિનું સચોટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે તેલ પુરવઠાને લઈને ચિંતા વધી રહી છે. આવી કટોકટીની સ્થિતિમાં ભારત ફરી એકવાર પડોશી દેશ શ્રીલંકાની મદદે આવ્યું છે.
શ્રીલંકાના સાંસદ અને નેતા નમલ રાજપક્ષાએ મુશ્કેલ સમયમાં ૩૮,૦૦૦ ટન પેટ્રોલિયમની સમયસર આપૂર્તિ કરવા બદલ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સોશિયલ મીડિયા દ્વારા હૃદયપૂર્વક આભાર માન્યો છે. નમલ રાજપક્ષાએ જણાવ્યું હતું કે ભારત હંમેશા શ્રીલંકા માટે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’ એટલે કે સૌથી પહેલા મદદ કરનાર દેશ રહ્યો છે. જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય હોય કે આર્થિક સહાય, ભારતે હંમેશા પોતાની ‘પડોશી પ્રથમ’ની નીતિનું સચોટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ ક્ષેત્રની ઉન્નતિ માટે તમામ દેશોએ વ્યૂહાત્મક ભાગીદારો તરીકે સાથે મળીને કામ કરવું અત્યંત અનિવાર્ય છે.રાજપક્ષાએ શ્રીલંકાની સરકારને ભારતની આર્થિક નીતિઓમાંથી શીખ લેવા પણ આગ્રહ કર્યાે છે. તેમણે ખાસ કરીને ભારતના ‘ફ્યુઅલ ટેક્સ એડજસ્ટમેન્ટ’ મોડલનો ઉલ્લેખ કર્યાે, જેમાં ભારતે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને બજારને સ્થિર રાખવાનો પ્રયાસ કર્યાે હતો.





