
ક્રિતિએ એક કાર્યક્રમમાં તેની ટીકા કરતાં લોકો વિશે વાત કરી મિમીએ મારા માટે બધું બદલી નાખ્યું : ક્રિતિ સેનન ક્રિતિ માટે, ફિલ્મ તેની સીમાઓને આગળ ધપાવવાની અને પોતાની ક્ષમતાનો પુરાવો આપવાની તક બની દેશની ટોચની અભિનેત્રીઓમાંની એક, ક્રિતિ સેનન દરેક પ્રોજેક્ટ સાથે એક બહુમુખી કલાકાર તરીકે પોતાની સ્થિતિ મજબૂત કરતી રહે છે.
જ્યારે તેની ફિલ્મોગ્રાફી સતત વિકાસ દર્શાવે છે, ત્યારે મિમી તેની એવી ફિલ્મ છે જેને તે પોતાની સફરની એક મહત્વની ક્ષણ તરીકે માને છે.તાજેતરમાં એક ઇવેન્ટમાં વાત કરતાં, ક્રિતિએ ખુલાસો કર્યાે કે આ ફિલ્મે અભિનેત્રી તરીકે તેની દૃષ્ટિ કેવી રીતે બદલી. “મને લાગે છે કે આ મારા જીવનનો એક મહત્વપૂર્ણ વળાંક હતો. એ ફિલ્મે મને અભિનેત્રી તરીકે ઊંચે ઉડવાની તક આપી. મિમીએ મને વિશ્વાસ આપ્યો કે હું મારા વિચાર કરતાં ઘણું વધુ મેળવી શકું છું. મારે ફક્ત મારી જાત પર થોડો વધુ વિશ્વાસ રાખવો અને પડકારોને સ્વીકારવા જાેઈએ.” તેણે કહ્યું.તેનામાં વિશ્વાસ હોવા છતાં, આ ભુમિકા સ્વીકારવાનો ર્નિણય અન્ય લોકોની દ્રષ્ટિએ સરળ નહોતો. ક્રિતિએ જણાવ્યું કે જ્યારે તેણે સરોગસી પર આધારિત ફિલ્મમાં કામ કરવાનો ર્નિણય લીધો ત્યારે તેને ઘણો વિરોધ સહન કરવો પડ્યો હતો. “ઘણાએ મારા ર્નિણય પર પ્રશ્ન ઉઠાવ્યા. તેમણે મને ચેતવણી આપી, ‘તું માતાનું પાત્ર ભજવી રહી છે.
તને એક જ પ્રકારના રોલમાં બાંધી દેવામાં આવશે. તું વધુ ઉંમરની લાગશે. સરોગસી જેવા વિષય પરની ફિલ્મ કદાચ એક ચોક્કસ પ્રકારની બીબાંઢાળ ફિલ્મ હશે.’ મને ઘણાં પ્રતિભાવો મળ્યા અને મને લાગે છે કે એ સમયે તમારી અંદરના અવાજને સાંભળવો ખૂબ જ મહત્વનો છે. તે ક્યારેય તમને ભ્રમિત કરતો નથી.” તેણે શેર કર્યું.ક્રિતિ માટે, આ ફિલ્મ તેની સીમાઓને આગળ ધપાવવાની અને પોતાની ક્ષમતાનો પુરાવો આપવાની તક બની. પોતાને “ઇન્સ્પાયરિંગ અભિનેત્રી” ગણાવતાં, તેણે સ્વીકાર્યું કે આ ભૂમિકામાં તેણે જે પ્રાપ્ત કર્યું તેનાથી તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે ઉમેર્યું, “મને આ ફિલ્મ શું કહે છે તે ગમે છે અને મને ગમે છે કે આટલો મજબુત વિષય હાસ્ય અને મનોરંજન સાથે રજૂ કરવામાં આવ્યો છે, જે તેને દર્શકો સાથે જાેડે છે. મેં તેમાં મારું દિલ મૂકી દીધું અને મને લાગે છે કે ફિલ્મે પણ તે પ્રયત્નનો પ્રતિસાદ આપ્યો.”





