
ફિલ્મનું નિર્માણ સૈયાની ગુપ્તા મુવીઝ હેઠળ થયું છે એક્ટ્રેસ સૈયાની ગુપ્તાનું ડિરેક્શન ક્ષેત્રે પદાર્પણ ફિલ્મ બનાવવાનું સૈયાનીનું સપનું છેલ્લા ૧૭ વર્ષથી હતું, જે સમયે તેણે ફિલ્મ સ્કૂલમાં પ્રવેશ લીધો હતો સૈયાની ગુપ્તા હવે નવી સર્જનાત્મક દિશામાં આગળ વધી રહી છે, કારણ કે તે તેની ડિરેક્ટોરિયલ ડેબ્યૂ શોર્ટ ફિલ્મ આસમાની સાથે આવી રહી છે. આ પ્રોજેક્ટમાં તે માત્ર ડિરેક્શન જ નહીં પરંતુ લેખન અને પ્રોડક્શન પણ સંભાળી રહી છે, જેને કારણે આ ફિલ્મ તેના માટે વ્યક્તિગત રીતે પણ ઘણી મહત્વની છે. ફિલ્મમાં પીઢ એક્ટ્રેસ રેવતી મુખ્ય ભૂમિકામાં છે, સાથે જ ન્યૂકમર ડેરિયા બેદીને આ ફિલ્મ દ્વારા લોંચ કરવામાં આવી રહી છે.
આસમાની એક ઇન્ટિમેટ અને કેરેક્ટર-ડ્રિવન સ્ટોરી છે, જે સંબંધો, સ્વતંત્રતા અને વ્યક્તિગત ઓળખ જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સૈયાનીએ જણાવ્યું કે ફિલ્મ બનાવવાનું તેનું સપનું છેલ્લા ૧૭ વર્ષથી હતું, જે સમયે તેણે ફિલ્મ સ્કૂલમાં પ્રવેશ લીધો હતો. તેણે કહ્યું કે એક્ટર તરીકે દરેક સેટ પર કામ કરતી વખતે આ ઇચ્છા વધુ મજબુત બની હતી. તેના શબ્દોમાં, “આસમાની પ્રેમ, ભાગીદારી અને સ્વતંત્રતા વિશેની ફિલ્મ છે, જેમાં જીવનના મૂલ્યો, નુકસાન અને બદલાતા સંબંધો જેવા મુદ્દાઓને સ્પર્શવામાં આવ્યા છે. આ અલગ-અલગ ઉંમરની મહિલાઓની કહાની છે, જે પોતાની ઓળખ અને મૂલ્યને સારી રીતે સમજે છે.”ફિલ્મનું નિર્માણ સૈયાની ગુપ્તા મુવીઝ હેઠળ થયું છે, સાથે સુમિત્રા ગુપ્તા ફાઉન્ડેશન ફોર આર્ટ્સ અને વન ઇન્ડિયા સ્ટોરીઝનો પણ સહયોગ મળ્યો છે. પ્રોજેક્ટને નિકખિલ આડવાણી, દિયા મિર્ઝા અને અનન્યા રાણે જેવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સનો સપોર્ટ પણ મળ્યો છે. વર્લ્ડ પ્રીમિયર પહેલા જ ફિલ્મની સ્ક્રિપ્ટ અનેક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પ્રશંસા મેળવી ચુકી છે, જેના કારણે ફિલ્મ માટે ઉત્સુકતા વધતી જઈ રહી છે.





