દક્ષિણ કોરિયન મનોરંજન જગતની નવી ફૅન્ટસી ઓરિજિનલ સિરીઝ ‘The Remarried Empress’ એ Disney+ પર રિલીઝ થતાની સાથે જ વૈશ્વિક સ્તરે જબરદસ્ત દબદબો જમાવ્યો છે. પ્રેમ, રાજવી જીવન, વિશ્વાસઘાત અને રાજકીય કાવતરાંના અનોખા મિશ્રણને કારણે આ સિરીઝે Gen Z સહિત વિશ્વભરના દર્શકોનું દિલ જીતી લીધું છે, જેના પરિણામે તે માત્ર ત્રણ જ દિવસમાં 33 દેશોમાં પ્રથમ ક્રમે પહોંચી ગઈ છે. લોકપ્રિય વેબટૂન પર આધારિત અને શિન મિન-આ તથા જુ જી-હૂન જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ સિરીઝે ભવ્ય યુરોપિયન શૈલીના સેટ અને પરીકથા જેવી દુનિયા દ્વારા પરંપરાગત K-Drama શૈલીને એક નવી અને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી છે.





