
રાશા થડાનીએ પોતાના સાઉથ ડેબ્યુ વિશે વાત કરી મને સાઉથની લાર્જર ધેન લાઇફ ફિલ્મો ગમે છે રાશા તેનું સાઉથ ડેબ્યુ એક લવ સ્ટોરી સાથે કરી રહી છે, જેમાં મહેશ બાબુનો ભત્રીજાે, જય કૃષ્ણ ઘાટમાનેનીને લોંચ કરવામાં આવશે રાશા થડાની તેલુગુ ભાષાની ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે ત્યારે તેણે પોતાના અનુભવ વિશે વાત કરી હતી. રાશાની બોલિવૂડમાં હજુ એક જ ફિલ્મ આવી છે, હવે એક નવી સફર શરૂ કરવા તૈયાર છે. જેમાં તે હવે સાઉથ સિનેમામાં શ્રીનિવાસ મંગાપુરમ સાથે ડેબ્યુ કરવા જઈ રહી છે.
તાજેતરમાં, આ મહિને તેના જન્મદિવસ પર, ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મમાંથી એક બિહાઇન્ડ-ધ-સીન્સ ફૂટેજ રિલીઝ કરી હતી, જેમાં રાશા થડાનીના લૂકની ઝલક મળી હતી. રાશા તેને મળેલા પ્રતિસાદથી ઉત્સાહિત છે અને આ નવી સફર શરૂ કરવા આતુર છે.આ નવા ફેરફાર વિશે વાત કરતાં, રાશા કહે છે, “મને સાઉથ સિનેમા જાેવું હંમેશા ખૂબ ગમ્યું છે, ભલે તે પ્રભાસ સરની ફિલ્મો હોય, જુનિયર એનટીઆર સર, મહેશ બાબુ સર અને બધા. મને ગમે છે કે તેમની બધી ફિલ્મો લાર્જર ધેન લાઇફ હોય છે. તેનો ભાગ બનવું ખૂબ મજાની વાત છે.”રાશા આગળ ઉમેરે છે, “ત્યાંની ફિમેલ એક્ટ્રેસ પણ, ભલે તે રશ્મિકા મંદાના હોય કે શ્રીલીલા, તેઓ બધા ખૂબ પ્રેરણાદાયક છે. હું ખૂબ આભારી છું કે મને આવા સિનેમાનો ભાગ બનવાની તક મળે છે. હું આશા રાખું છું કે બધું સારું જશે.”રાશા તેનું સાઉથ ડેબ્યુ એક લવ સ્ટોરી સાથે કરી રહી છે, જેમાં મહેશ બાબુનો ભત્રીજાે, જય કૃષ્ણ ઘાટમાનેનીને લોંચ કરવામાં આવશે. આ ફિલ્મનું દિગ્દર્શન અજેય ભૂપતિ કરે છે, જેણે અગાઉ ઇઠ ૧૦૦ ફિલ્મનું ડિરેક્શન કર્યું હતું. શ્રીનિવાસ મંગાપુરમ દ્વારા નવેમ્બર ૨૦૨૫માં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આગળ, રાશા તેની બીજી બોલિવૂડ ફિલ્મ લાઈકી લાઈકાની રિલીઝ માટે તૈયારી કરી રહી છે, જેમાં તે અભય વર્મા સામે જાેવા મળશે. ફિલ્મનું પહેલું પોસ્ટર આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયું હતું અને તેને મળેલા પ્રતિસાદથી પણ રાશા ખુશ છે. ફિલ્મના મહત્વ પર ભાર મૂકતાં, રાશા કહે છે, “આ ફિલ્મ મારા માટે ખૂબ મહત્વની છે. દિગ્દર્શક સૌરભ ગુપ્તાએ એનિમલ માટે ડાયલોગ લખ્યા છે અને અભય ખૂબ ખાસ છે. આ ફિલ્મ લોકોને આશ્ચર્યચકિત કરશે અને હું આશા રાખું છું કે તે લોકો મારી પાસેથી જે અપેક્ષા રાખે છે તેને પૂરી થશે.”





