
૧૦૦ ફિલ્મો બનાવો છો ‘ભૂત બંગલા’ મૂળ ‘ભૂલ ભૂલૈયા’ ફિલ્મની સિક્વલ નથી : પ્રિયદર્શન પ્રિયદર્શને ભારપૂર્વક કહ્યું કે કલાકારો સિવાય, બંને ફિલ્મો ખૂબ અલગ છે. આ સંપૂર્ણ લગ કાલ્પનિક ફિલ્મ છે જ્યારે ‘ભૂત બંગલા’નું પહેલું ટ્રેલર રિલીઝ થયું, ત્યારે ઘણા દર્શકોએ કહ્યું કે આ ફિલ્મ તમને ‘ભૂલ ભુલૈયા’ની દુનિયામાં પાછા લઈ જવાની છે. કદાચ તે કલાકારો અને ડિરેક્ટરનું કોમ્બિનેશન હતું, અથવા કદાચ એ જ શૂટિંગ લોકેશન, પરંતુ ઘણા લોકોએ કહ્યું કે તેમને ટ્રેલરમાં ‘ઓજી વાઇબ્સ’નો અનુભવ થઈ શકે છે. થોડા સમયમાં જ, અફવાઓ અને કેટલાક અહેવાલોએ દાવો કર્યાે કે આ ફિલ્મોના વાઇબ્સ મેળ ખાતા હોવાથી ‘ભૂત બંગલા’નો વિચાર પહેલી ‘ભૂલ ભુલૈયા’ની સિક્વલ બનવાનો હતો. ‘ભૂત બંગલા’ પ્રિયદર્શનની હિન્દી સિનેમામાં વાપસી દર્શાવે છે અને તેમાં ‘ભૂલ ભુલૈયા’ના ઘણા કલાકારો છે, તેમજ એ જ હવેલી શૂટિંગ લોકેશન તરીકે ઉપયોગમાં લેવામાં આવી છે. પરંતુ રિપોર્ટ્સથી ઉલટું પ્રિયદર્શને સ્પષ્ટતા કરી છે કે ભૂત બંગલા એક ઓરિજિનલ ફિલ્મ છે. “
આ સાચું નથી. આ બધા ખોટા સમાચાર છે.”પ્રિયદર્શને ભારપૂર્વક કહ્યું કે કલાકારો સિવાય, બંને ફિલ્મો ખૂબ અલગ છે. “આ સંપૂર્ણ લગ કાલ્પનિક ફિલ્મ છે. તે એક સાઇકોલોજિકલ થ્રિલર હતી. અહીં, હું લોકોનાં ભૂતો પરના વિશ્વાસનો ઉપયોગ કરી રહ્યો છું અને તેમાં થોડું વૈજ્ઞાનિક તર્ક ઉમેરું છું. ક્વોન્ટમ ફિઝિક્સ કહે છે કે તમે એક ચેતનાને બીજા શરીરમાં લઈ જઈ શકો છો, એવું બધું. એ તર્ક પર, મેં આ ફિલ્મ બનાવી છે.”સાથે પ્રિયદર્શન એવું પણ સ્વીકારે છે કે, “મને સંપૂર્ણ કોમેડી બનાવવામાં ડર લાગે છે. પુનરાવર્તન કરવાની વૃત્તિ હોય છે. જ્યારે તમે ૧૦૦ ફિલ્મો બનાવો છો, ત્યારે નવું શું બાકી રહે છે? યુવાનોને મારી પાસે કંઈક નવું લઈને આવવું જાેઈએ જે મને ઉત્સાહિત કરે. આ સ્ક્રિપ્ટ જેવું, જેમાં મને પ્લોટ રસપ્રદ લાગ્યો અને મને લાગ્યું કે હું આમાંથી કંઈ બનાવી શકું છું. કંઈક નવું હોવું જાેઈએ જે તમને ઉત્સાહિત કરે.”પરંતુ પ્રિયદર્શન જાણે છે કે તેઓ સ્ક્રીન પર હાસ્ય કેવી રીતે લાવે છે. “સારી વાત એ છે કે હું હાસ્યને સમજી શકું છું. તેથી હું એવી પરિસ્થિતિઓ બનાવી શકું છું જેમાં પાત્રો ગંભીર રહે, પરંતુ પરિસ્થિતિ તમને હસાવે. આ ફિલ્મમાં, મેં એ જ કરવાનો પ્રયત્ન કર્યાે છે. પાત્રો માટે, આ જીવન અને મરણનો પ્રશ્ન છે, પરંતુ પરિસ્થિતિ મજેદાર છે,” તેઓ કહે છે.





