સ્ટુડિયોમાં જૂની પરંપરા હવે અસ્તિત્વમાં નથી આરકે સ્ટુડિયોના ગણપતિ ઉત્સવનો પણ એક જમાનો હતો અભિનેતા રાજ કપૂરના નિધન પછી, આરકે સ્ટુડિયોમાં ગણેશ ચતુર્થીની ઉજવણી બંધ થઈ ગઈ એક સમય હતો જ્યારે આરકે સ્ટુડિયો ફક્ત ફિલ્મ શૂટિંગ માટે જ નહીં, પણ હોળી અને દિવાળીની ઉજવણી તેમજ ગણપતિ બાપ્પાની ભક્તિ માટે પણ જાણીતો હતો. ગણેશ ચતુર્થીના દિવસે ધૂમ મચતી હતી. ફિલ્મજગતની મોટી હસ્તીઓ કપૂર પરિવારની પરંપરામાં જાેડાતી હતી. સમયનાં વહેણની સાથે કપૂર પરિવારનો જલવો હવે રહ્યો નથી. રાજ કપૂરના યુગની આ ખાસ પરંપરા ધીમે ધીમે ઇતિહાસ બની ગઈછે. કરિશ્મા કપૂરે તેના દાદાના યુગની એક યાદ શેર કરી છે. આરકે સ્ટુડિયોમાં ગણેશ ઉત્સવ બંધ થઇ જવાનો વસવસો વ્યક્ત કરતાં કરિશ્મા કપૂરે ડાન્સ રિયાલિટી શો “ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન ૫” માં આ જૂની પરિવારની પરંપરાને યાદ કરી હતી.કરિશ્માએ કહ્યું હતું કે તેના દાદા, સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા રાજ કપૂરના સમયમાં, આરકે સ્ટુડિયોમાં ગણેશ ચતુર્થીની ઉજવણી ખૂબ જ ખાસ રીતે કરવામાં આવતી હતી. સમગ્ર સ્ટુડિયો સ્ટાફ અને આસપાસના વિસ્તારના લોકોએ પણ આ ઉજવણીમાં ભાગ લેતા. તેમાં મોટી સંખ્યામાં લોકોની લાગણીઓ પણ સામેલ હતી.રાજ કપૂરના નિધન પછી, આરકે સ્ટુડિયોમાં આ ગણેશ ચતુર્થીની ઉજવણી બંધ થઈ ગઈ. સ્ટુડિયોમાં જૂની પરંપરા હવે અસ્તિત્વમાં નથી, પરંતુ કપૂર પરિવારે તેમના ઘરોમાં ગણેશ ઉત્સવ જીવંત રાખ્યો છે. કરિશ્માએ કહ્યું કે ગણેશ ચતુર્થી હજુ પણ કપૂર પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. .




