
હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર ATF નો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ હવાઈ મુસાફરી કરતાં મુસાફરોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ૧ એપ્રિલ, ૨૦૨૬થી એર ટર્બાઇન ફ્યુલ (ATF) એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં ૧૦૦ ટકાનો જંગી વધારો ઝીંકવામાં આવ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત છ્હ્લની કિંમત પ્રતિ કિલોલીટર ૨ લાખ રૂપિયાના સ્તરને પાર કરી ગઈ છે. દિલ્હીમાં જેટ ફ્યુલનો ભાવ જે ૧ માર્ચે ૯૬,૬૩૮ રૂપિયા હતો, તે હવે વધીને રૅકોર્ડબ્રેક ૨.૦૭ લાખ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગયો છે. આ ભાવવધારા પાછળ મુખ્યત્વે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અને તેના કારણે વ્યૂહાત્મક રીતે મહત્ત્વની ગણાતી હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાને જવાબદાર માનવામાં આવે છે. વિશ્વના કુલ ઓઇલ વપરાશનો ૨૦થી ૨૫ ટકા હિસ્સો આ દરિયાઈ માર્ગે પસાર થાય છે, જે બંધ થવાથી વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ ઘેરાયું છે. એરલાઇન્સ કંપનીઓના કુલ સંચાલન ખર્ચમાં ૪૦ ટકા હિસ્સો માત્ર ઇંધણનો હોય છે, તેથી ઇંધણના ભાવ બમણાં થવાથી આગામી દિવસોમાં વિમાનની ટિકિટના ભાવમાં તોતિંગ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધવાને કારણે આ વધારો અનિવાર્ય બન્યો છે. જાેકે, સ્થાનિક હવાઈ મુસાફરોને મોટી રાહત આપતાં સરકારે જણાવ્યું છે કે, ડોમેસ્ટિક રૂટ પર એરલાઇન્સ પર માત્ર ૨૫ ટકા જેટલો જ આંશિક ભાવવધારો લાદવામાં આવ્યો છે, જેથી સામાન્ય નાગરિકો પર વધુ બોજ ન પડે. પરંતુ, આંતરરાષ્ટ્રીય રૂટ પર મુસાફરી કરતાં લોકોએ છ્હ્લના પૂરેપૂરા વધેલા ભાવ ચૂકવવા પડશે, જેની સીધી અસર વિદેશી પ્રવાસના બજેટ પર પડશે.





