યુક્રેનનો વળતો આરોપ ‘કાળા સમુદ્રમાં સ્થિતિ વણસી અને ભારત અમારી સાથે વાત નથી કરતું’ નવી દિલ્હી સ્થિત યુક્રેની દૂતાવાસે ભારતના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા જાહેર કરાયેલી બે અલગ-અલગ એડવાઈઝરી પર કડક વાંધો ઉઠાવ્યો યુક્રેનના ચોર્નાેમોર્સ્ક બંદર પર ‘‘MV AMIR1’’ નામના જહાજમાં ૧૩ ભારતીય નાવિકો ફસાયેલા છે. આ વિસ્તારમાં રશિયા દ્વારા સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓ થઈ રહ્યા હોવાથી પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આ તંગદિલી વચ્ચે યુક્રેને ભારતની દરિયાઈ સુરક્ષા એડવાઈઝરી અને વિદેશ મંત્રાલયના વલણ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.યુક્રેન સરકારે દાવો કર્યાે છે કે બ્લેક સી (કાળો સમુદ્ર) માં વણસી રહેલી સુરક્ષા સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ફોન પર વાત કરવા માંગે છે. પરંતુ ભારત તરફથી હજુ સુધી કોઈ જ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. જાેકે, યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે આ પરિસ્થિતિને ‘સર્વાેચ્ચ પ્રાથમિકતા’ આપવામાં આવી રહી છે અને નાવિકોની સુરક્ષા માટે સતત સંપર્ક જાળવી રાખવામાં આવ્યો છે.નવી દિલ્હી સ્થિત યુક્રેની દૂતાવાસે ભારતના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ દ્વારા જાહેર કરાયેલી બે અલગ-અલગ એડવાઈઝરી પર કડક વાંધો ઉઠાવ્યો છે:સ્ટ્રેટ ઓફ હોર્મુઝ : શિપિંગ કંપનીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે ભારતીય નાવિકોને હોર્મુઝ ક્ષેત્રમાં મોકલવાનું ટાળવામાં આવે.બ્લેક સી : રશિયન હુમલાઓના જાેખમ અને અગાઉ ભારતીય નાવિકોના મોત છતાં બ્લેક સી માટે આવી કોઈ કડક એડવાઈઝરી કે રોક લગાવવામાં આવી નથી.યુક્રેની દૂતાવાસે સવાલ કર્યાે છે કે શું બ્લેક સી માટે લેવાયેલા સુરક્ષાના પગલાં ત્યાં રહેલા જાેખમ પ્રમાણે પૂરતા છે?યુક્રેને ‘ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઓફ ઈન્ડિયા’ ની તે અપીલને પણ સમર્થન આપ્યું છે જેમાં હાઈ રિસ્ક ઝોનમાં કામ કરતા ભારતીય નાવિકો માટે મજબૂત સુરક્ષાની માંગ કરવામાં આવી હતી. યુક્રેને આશા વ્યક્ત કરી છે કે ભારતીય વિદેશ મંત્રાલય અને DGMA આ મામલે યોગ્ય અને કડક પગલાં ભરશે.





