
અભિનેત્રી ફાતિમા સના શેખે જણાવ્યું તમારે માત્ર નોકરીમાં સીમિત ન રહીને પોતાની જાતને ઓળખવી જાેઈએ તમારે પોતાની જાતને પણ પિછાણવી જાેઈએ અને માત્ર તમારા કામ પૂરતાં મર્યાદિત ન રહેવું જાેઈએ : ફાતિમા ફાતિમા સના શેખે એક્ટિંગની દુનિયામાં પોતાની પ્રભાવશાળી સફર ખેડી છે, જે બાળ કલાકાર તરીકેની તેની પ્રથમ ફિલ્મ “ચાચી ૪૨૦”થી લઈને તેના લોકપ્રિયતા અપાવનાર ફિલ્મ “દંગલ” અને તાજેતરની રિલીઝ “ગુસ્તાખ ઇશ્ક” સુધી તેના અભિનેત્રી તરીકેના વિકાસને દર્શાવે છે. તાજેતરમાં, ફાતિમાએ પોતાની અત્યાર સુધીની સફર, પસંદગીઓ અને અભિનય કળા પ્રત્યે વિકસેલી દૃષ્ટિ વિશે વાત કરી હતી. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની શરતો પર આગળ વધવા અને પરંપરાગત ભૂમિકાઓથી અલગ પસંદગીઓ કરવા વિશે ખુલીને વાત કરી હતી.ફાતિમા સના શેખે જણાવ્યું, “હું એવી વાર્તાઓ તરફ આકર્ષાઉં છું જે મને હકારાત્મક રીતે અસ્વસ્થ બનાવે.” ફાતિમાએ લેયર્ડ સ્ટોરીલાઇન પ્રત્યેના પોતાના પ્રેમ પર ભાર મૂક્યો.
સતત બદલાતી ઇન્ડસ્ટ્રીમાં, તેણે જમીન સાથે જાેડાયેલા રહેવાનાં મહત્વ વિશે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું કે તેણે ફોટોગ્રાફીને શોખ તરીકે અપનાવી છે અને તેને કેમેરાની પાછળ રહેવું ગમે છે.ફાતિમાએ કહ્યું, “મને ફાતિમા સના શેખ, અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હું એક દીકરી પણ છું, હું એક ઉત્તમ મિત્ર પણ છું, હું નવી વસ્તુઓ શીખું છું અને હું નવી સિક્લ્સ વિકસાવવા માગું છું.” પોતાની જાતની કિંમત માત્ર પોતાના કામ સાથે જાેડીને ન જાેવાની સમજણ વિશે તેણે જણાવ્યું, “તમારે પોતાની જાતને પણ પિછાણવી જાેઈએ અને માત્ર તમારા કામ પૂરતાં મર્યાદિત ન રહેવું જાેઈએ.” તેમણે ઉમેર્યું.હવે તે પોતાની આગામી ફિલ્મ “તીન કૌવે” માટે તૈયાર છે, જે એક સ્પાય થ્રિલર છે, જેમાં તે ફરી એકવાર એક મજબુત પાત્રમાં જાેવા મળશે. “તીન કૌવે”નો ફર્સ્ટ લુક પહેલેથી જ નોંધપાત્ર ચર્ચા જગાવી ચૂક્યો છે, જેમાં તે ખૂબ શાર્પ અને સંપૂર્ણ રીતે બદલાયેલા અવતારમાં દેખાય છે.રોય કપૂર ફિલ્મ્સની આ સિરીઝ, અબ્બાસ ટાયરવાલા દ્વારા રચાયેલ અને પ્રિયંકા ઘોષ દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. જેમાં સિદ્ધાંત ગુપ્તા, ફાતિમા સના શેખ અને બોબી દેઓલ સહિતની કાસ્ટ છે. આ સિરિઝ ૧૯૯૩ના બોમ્બે બ્લાસ્ટ્સના પછીના સમયમાં આકાર લે છે.





