
૭-૮ એપ્રિલે કરા સાથે વરસાદ પડવાની ચેતવણી પશ્ચિમી વિક્ષોભ ઉત્તર-પશ્ચિમ ભારતને પ્રભાવિત કરશે દિલ્હી, પંજાબ, યુપીમાં તાપમાન સામાન્યથી વધુ ઘટી જશે ઉત્તર ભારત અને ગુજરાતમાં ગરમીની શરૂઆત બાદ ફરી હવામાનમાં પલટો આવ્યો છે. માર્ચની બીજા સપ્તાહમાં શરૂ થયેલો હવામાનનો ઉતાર-ચઢાવ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પણ યથાવત છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ અનુસાર એક બાદ એક આવી રહેલા પશ્ચિમી વિક્ષોભ ઉત્તર-પશ્ચિમ ભારતના હવામાન સંપૂર્ણ રીતે બદલવાનું છે. તેની સૌથી વધુ અસર ૭ અને ૮ એપ્રિલે જાેવા મળશે, જેમાં ગરમી વચ્ચે ફરી હળવી ઠંડીનો અનુભવ થઈ શકે છે.
હવામાન વિભાગ અનુસાર આ સપ્તાહે બે પશ્ચિમી વિક્ષોભ ઉત્તર-પશ્ચિમ ભારતને પ્રભાવિત કરશે. તેની સક્રિયતા ૭ અને ૮ એપ્રિલે પોતાના ચરમ પર હશે. તેની અસરથી દિલ્હી-દ્ગઝ્રઇ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડવા અને ૪૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાવાની સંભાવના છે. પહાડી રાજ્યો જેમ કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં આ દરમિયાન બર્ફવર્ષા અને કરાં પડવાનું પણ અનુમાન છે.
સૌથી ચોંકાવનારી વાત તાપમાનમાં ભારે ઘટાડો આવવાની છે. હવામાન વિભાગનું માનવું છે કે ૭ અને ૮ એપ્રિલે મહત્તમ તાપમાન સામાન્યથી ૮થી ૧૫ ડિગ્રી સેલ્સિયસ નીચે જઈ શકે છે. પંજાબ અને ચંદીગઢમાં મહત્તમ તાપમાન ૧૮થી ૨૩ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આશા છે. દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પારો ૨૧થી ૨૬ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. માર્ચ-એપ્રિલમાં દિવસના સમયે તાપમાનમાં આટલો મોટો ઘટાડો ખુબ દુર્લભ માનવામાં આવે છે, જેમાં થોડા સમય માટે ફરીથી સ્વેટર જેવા હવામાનનો અનુભવ થઈ શકે છે. ૭ અને ૮ એપ્રિલે માત્ર વરસાદ જ નહીં, પરંતુ ઘણા વિસ્તારમાં ઓલાવૃષ્ટિની ચેતવણી આપવામાં આવી છે. વિશેષ રૂપથી પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કરા પડી શકે છે. તો રાજસ્થાનમાં ૬૦થી ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તીવ્ર આંધી આવવાની આશંકા છે. કાશ્મીર ઘાટીમાં ૭ એપ્રિલ અને હિમાચલમાં આઠ એપ્રિલે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
રાહતની વાત છે કે આ સ્થિતિ લાંબો સમય ટકશે નહીં. હવામાન વિભાગનું કહેવું છે કે ૯ એપ્રિલ સુધી હવામાનનું આ સ્વરૂપ રહેશે, પરંતુ ૧૦ એપ્રિલથી ફરી ગરમી વધવા લાગશે. આકાશ સ્વચ્છ થશે અને ૧૦ એપ્રિલ બાદ પારો ૩૬ ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી ઉપર પહોંચી શકે છે.





