૧૦૦ કિમીની ઝડપે ફૂંકાશે પવન બંગાળની ખાડીમાં અકવાન મહા વાવાઝોડાનો ખતરો આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદનું એલર્ટ બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી વાવાઝોડું અકવાન વધુ શક્તિશાળી બનતાં અનેક રાજ્યોમાં હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD )ના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું ૨૦ નવેમ્બર ૨૦૨૬ના રોજ ઉત્તર આંધ્રપ્રદેશ, યાનમ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગના અનુમાન મુજબ, વાવાઝોડું દરિયાકાંઠે પહોંચશે ત્યારે પવનની ઝડપ ૯૦થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જ્યારે પવનના ઝાપટાની ઝડપ ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. ૧૯ અને ૨૦ નવેમ્બરના રોજ આંધ્રપ્રદેશ અને ઓડિશાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા, કાકીનાડા, વિશાખાપટ્ટનમ, ગંજમ, ખુર્દા અને પુરી સહિતના જિલ્લાઓમાં વાવાઝોડાની અસર જાેવા મળી શકે છે. દરિયામાં ઊંચાં મોજાં ઉછળવાની અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ આશંકા છે. વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા અને દરિયામાં ગયેલા લોકોને સુરક્ષિત રીતે પરત ફરવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિક તંત્રને પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર રહેવા જણાવાયું છે. આ વાવાઝોડાની અસર માત્ર દરિયાકાંઠાના રાજ્યો પૂરતી મર્યાદિત રહેવાની નથી. હવામાન વિભાગના અનુમાન મુજબ, ૨૦ અને ૨૧ નવેમ્બરના રોજ ઝારખંડ સહિત પૂર્વોત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ૨૧ અને ૨૨ નવેમ્બરના રોજ હળવાથી મધ્યમ વરસાદ અને વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં પણ હવામાનમાં ફેરફારને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની જરૂર છે. ઉત્તર ભારતના દિલ્હી-દ્ગઝ્રઇ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ૧૯થી ૨૨ નવેમ્બર દરમિયાન ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. ખાસ કરીને વહેલી સવારે રસ્તાઓ પર દૃશ્યતા ઘટવાની શક્યતા હોવાથી વાહનચાલકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ચક્રવાત અકવાનની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. વાવાઝોડાની દિશા અને તેની તીવ્રતામાં થતા ફેરફાર પર સતત નજર રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ વાવાઝોડું કેટલું નુકસાન પહોંચાડે છે તેના પર સૌની નજર રહેશે.




