
૧૨ લાખના મુદ્દામાલ સાથે બે શખસો ઝડપાયા નરોડા નજીક કારમાંથી મળી આવ્યો દારૂનો મસમોટો જથ્થો કારની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા રાજ્યમાં દારૂબંધીના અમલ વચ્ચે પોલીસ દ્વારા બુટલેગરો પર કડક નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદ શહેર પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)ની ટીમને મોટી સફળતા મળી છે. નરોડા પોલીસ સ્ટેશનની હદમાં પીસીબીએ વોચ ગોઠવીને લાખો રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે.મળતી માહિતી અનુસાર, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનના ડુંગરપુરથી એક સફેદ રંગની જીેંફ કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે.
આ બાતમીના આધારે પીસીબીની ટીમે નરોડા વિસ્તારમાં સધી માતા ચાર રસ્તા પાસે આવેલા આયુષ્માન પ્લાઝા કોમ્પલેક્ષ સામે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર નજરે પડતા પોલીસે તેનો પીછો કરી તેને અટકાવી હતી.પોલીસે જ્યારે અટકાવેલી કારની તપાસ કરી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. કારની અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. ગણતરી કરતા કુલ ૧,૭૮૫ નંગ દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ કાર્યવાહીમાં ૧૨.૯૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે.જ્યારે ઘટના સ્થળેથી પોલીસે કારમાં સવાર ૩૧ વર્ષીય કમલેશ શંકરલાલ રોત અને ૩૫ વર્ષીય ગોવિંદ લાલુરામ કટારા અટકાત કરી છે. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આ દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર અન્ય શખસો પણ સામેલ છે. જેમાં નીલેશ કલાલ (રહે. ડુંગરપુર), પૃથ્વી (રહે. અમદાવાદ) અને રાજસ્થાનના બોરીગાવના દારૂના ઠેકાના માલિકને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. નરોડા પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





