
ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચે ૧૦ દિવસનો યુદ્ધ વિરામ જાહેર ઇસ્લામાબાદમાં ડીલ પર હસ્તાક્ષર થાય તો હું કદાચ પાકિસ્તાન જઈશ : ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન-યુએસ યુદ્ધ વિરામ દરમિયાન પણ ઈઝરાયેલે લેબેનોન પર હુમલા ચાલુ રાખ્યા હતા ઈઝરાયેલ અને લેબેનોન ૧૦ દિવસના યુદ્ધ વિરામ માટે સંમત થયા હોવાનું યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે કહ્યું હતું કે, લેબેનોનના રાષ્ટ્રપતિ જાેસેફ એઓઉન અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ઉત્તમ વાતચીત થઈ હતી. પોતાના દેશમાં શાંતિ સ્થાપવા બંને નેતા પરસ્પર ૧૦ દિવસના યુદ્ધ વિરામ સાથે શરૂ કરી રહ્યા છે. ટ્રમ્પે મીડિયાને જણાવ્યું કે, “હું પાકિસ્તાન જઈશ, પાકિસ્તાન ખૂબ સારું રહ્યું છે… જાે ઇસ્લામાબાદમાં કરાર પર હસ્તાક્ષર થાય, તો હું કદાચ જઈશ. ફિલ્ડ માર્શલ ખૂબ સારા છે. પાકિસ્તાનમાં વડાપ્રધાન ખરેખર સારા રહ્યા છે. હું કદાચ જાઉં.”વિશ્વમાં શાંતિના મસિહા તરીકે પોતાની છાપ બનાવવા મથી રહેલા ટ્રમ્પે દાવો કર્યાે હતો કે, ૩૪ વર્ષમાં પ્રથમ વખત કોઈએ ૯ યુદ્ધ રોકાવ્યા છે. આ ગૌરવ મને મળ્યું છે અને હવે ૧૦મુ યુદ્ધ રોકાવવા જઈ રહ્યો છું. ૧૯૮૩ બાદ પ્રથમ વખત ઈઝરાયેલ અને લેબેનોનના નેતાઓને અર્થસભર વાટાઘાટો માટે આમંત્રિત કર્યા છે. ઈઝરાયેલ-લેબેનોનના વડાઓ વચ્ચે વાટાઘાટો દરમિયાન શાંતિ કરાર થાય તેવા પ્રયાસોમાં મદદરૂપ થવા માટે ટ્રમ્પે ઉપ પ્રમુખ જે ડી વેન્સ, સેક્રેટરીી ઓફ સ્ટેટ માર્કાે રુબિયો તથા જાેઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન ડેન રેઝિન કેઈનને સૂચના આપી છે. ઈઝરાયેલ-લેબેનોન વાતચીતમાં સફળતાની આશા રાખતા ટ્રમ્પે કહ્યું હતું કે, બંને દેશ શાંતિ ઝંખી રહ્યા છે.
ટ્રમ્પે કરેલા દાવાથી વિપરિત સ્થિતિ ઈઝરાયેલ-લેબેનોન વચ્ચે પ્રવર્તી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ઈરાન-યુએસ યુદ્ધ વિરામ દરમિયાન પણ ઈઝરાયેલે લેબેનોન પર હુમલા ચાલુ રાખ્યા હતા. હિજબુલ્લાહનો સફાયો કરવા માટે આ હુમલા થયા હોવાનો દાવો ઈઝરાયેલે કર્યાે હતો. અગાઉ નેતન્યાહૂએ લેબેનોનમાં હિજબુલ્લાહ પર હુમલા ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. નેતન્યાહૂના આ વલણ સામે નારાજગી વ્યક્ત કરતાં લેબેનોન રાષ્ટ્રપતિ જાેસેફે નેતન્યાહૂ સાથે વાત કરવા નનૈયો ભણી દીધો છે. હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજાેને સેફ પેસેજ આપવાની માગણી સાથે ચીનના સંરક્ષણ મંત્રી વાંગ યીએ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીને કોલ કર્યાે હતો. વાતચીતમાં વાંગે હોર્મુઝની ખાડીમાં ઈન્ટરનેશનલ નેવિગેશનની સ્વતંત્રતા અને સલામતી સુનિશ્ચિત કરવાની ખાતરી અરાઘચી પાસે માગવામાં આવી હતી. મુનિરના નેતૃત્વમાં પાકિસ્તાની પ્રતિનિધિ મંડળ ઈરાનમાં વાટાઘાટો કરી રહ્યું હતું તે સમયે જ ચીન તરફથી આ કોલ કરાયો હતો. ઈરાન સાથે ગાઢ મિત્રતા ધરાવતા ચીને અમેરિકા દ્વારા હોર્મુઝની ખાડીમાં અમેરિકા દ્વારા થઈ રહેલી નાકાબંધીનો વિરોધ કરાયો હતો. વર્તમાન સંજગો ખૂબ જટિલ તબક્કામાં આવી ગયા છે, પરંતુ શાંતિના દરવાજા ખુલી રહ્યા છે, તેમ વાંગ દ્વારા જણાવાયું હતું. અરાઘચીને તેમણે કહ્યું હતું કે, હોર્મુઝની ખાડીના કાંઠે વસેલું હોવાથી ઈરાન પાસે સાર્રભૌમત્વ, સલામતીના અધિકાર છે અને તેના અધિકારોનું રક્ષણ થવું જાેઈએ.





