બે મુખ્ય ખાદ્ય ડેપોનો નાશ યુક્રેને રશિયન બંદર અને નૌકાદળના બેઝ પર મોટા હવાઈ હુમલા કર્યા રશિયા વિશ્વનો સૌથી મોટો ઘઉં નિકાસકાર દેશ છે, અને તેનું મોટાભાગનું અનાજ નોવોરોસિયસ્ક બંદર દ્વારા વિદેશમાં મોકલવામાં આવે છે
યુક્રેને બુધવારે રશિયન કાળા સમુદ્રના બંદર નોવોરોસિયસ્કને નિશાન બનાવ્યું હતું. ઘાતક ડ્રોન હુમલામાં બંદર સંકુલના બે અનાજ લોડિંગ પોઇન્ટ પર હુમલો થયો હતો, જેના કારણે નોંધપાત્ર નુકસાન થયું હતું અને કામગીરી સ્થગિત થઈ ગઈ હતી. યુક્રેનિયન હુમલામાં કાળા સમુદ્ર કિનારે નોવોરોસિયસ્ક ખાતે રશિયાના નૌકાદળના મથકને પણ નુકસાન થયું હતું. યુક્રેનિયન હુમલામાં બે રશિયન નાગરિકો માર્યા ગયા હતા.રશિયા વિશ્વનો સૌથી મોટો ઘઉં નિકાસકાર દેશ છે, અને તેનું મોટાભાગનું અનાજ નોવોરોસિયસ્ક બંદર દ્વારા વિદેશમાં મોકલવામાં આવે છે. પરંતુ આ નિકાસ હવે બંધ થઈ ગઈ છે. કાળા સમુદ્રમાં વહાણો પર યુક્રેનિયન હુમલાના જવાબમાં રશિયાના મુખ્ય અનાજ વેપારીઓએ જુલાઈમાં ઘઉંની નિકાસ બંધ કરવાની ચેતવણી આપી હતી. આના સીધા પરિણામો પશ્ચિમ એશિયા અને આફ્રિકાના દેશો પર પડવાની ધારણા છે.યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું છે કે તેમના દળોએ નોવોરોસિસ્કમાં રશિયન નૌકાદળના મથકને ડ્રોન, મિસાઇલો અને માનવરહિત હુમલો બોટથી નિશાન બનાવ્યું હતું. યુક્રેન દ્વારા ક્રિમીઆ પર સતત હુમલાઓ બાદ, રશિયન નૌકાદળે ત્યાંથી તેના ઘણા યુદ્ધ જહાજાે અને લશ્કરી બોટને નોવોરોસિયસ્ક સ્થિત નૌકાદળના મથક પર મોકલી દીધા હતા. યુક્રેન દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુમલામાં અનેક રશિયન યુદ્ધ જહાજાે અને હુમલો બોટને નુકસાન થયું હોવાના અહેવાલ છે.નોવોરોસિયસ્કના મેયર આન્દ્રે ક્રાવચેન્કોએ જણાવ્યું હતું કે યુક્રેનિયન હુમલામાં ચાર વ્યવસાયો અને બે ડઝનથી વધુ રહેણાંક ઇમારતોને નુકસાન થયું છે. હુમલા પછી શહેરના આકાશને કાળા ધુમાડાના મોટા ગોટા છવાયેલા જાેવા મળ્યા હતા. નોવોરોસિયસ્ક, તેના ખાદ્ય નિકાસ પાયા ઉપરાંત, એક વિશાળ ક્રૂડ ઓઇલ નિકાસ માળખાગત સુવિધા પણ ધરાવે છે. તે કેસ્પિયન પાઇપલાઇન કન્સોર્ટિયમનું ઘર પણ છે, જે યુએસ કંપનીઓ શેવરોન અને એક્ઝોનમોબિલ વચ્ચેની ભાગીદારી છે, પરંતુ તેના પર હુમલાના કોઈ અહેવાલ નથી. રશિયાએ યુક્રેનિયન શહેર ઝાપોરિઝિયા અને બંદર શહેર ઓડેસા પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આગ લાગવાના અહેવાલો મળ્યા છે, પરંતુ કોઈ જાનહાનિ કે નુકસાન થયું નથી.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે જાે યુરોપિયન દેશો રશિયન કાર્ગાે જહાજાે જપ્ત કરશે તો કડક પ્રતિક્રિયા આપવામાં આવશે. પુતિને યુક્રેન યુદ્ધ રોકવા માટે રશિયા પર દબાણ કરવા માટે યુરોપિયન દેશોની નવી યોજનાના જવાબમાં આ ટિપ્પણી કરી હતી.આ યોજના હેઠળ, યુરોપિયન યુનિયન દેશો રશિયાથી અન્ય દેશોને ક્રૂડ ઓઇલ અને ઉત્પાદનો સપ્લાય કરતા અનામી રશિયન જહાજાેના કાફલાને જપ્ત કરશે. અગાઉ, યુક્રેન યુદ્ધના સાડા ચાર વર્ષમાં, એ સેંકડો રશિયન કાર્ગાે જહાજાે પર પ્રતિબંધો લાદ્યા હતા અને કેટલાક જહાજાે જપ્ત કર્યા હતા અને તેમના ક્રૂની ધરપકડ કરી હતી.





