
સાઈ સુદર્શનના શાનદાર ૮૭ રન.ગુજરાત ટાઈટન્સની ધમાકેદાર જીત, ચેન્નાઈને ૮ વિકેટથી હરાવ્યું.ચેન્નાઈ સુપર કિંગ્સે ૧૫૮ રન બનાવ્યા હતા, જેના જવાબમાં ગુજરાતે ૧૭મી ઓવરમાં ૧૬૨ રન બનાવી મેચ જીતી લીધી.આઈપીએલ ૨૦૨૬ની ૩૭મી મેચ આજે(૨૬ એપ્રિલ) ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ૮ વિકેટથી હરાવી દીધું છે. ટોસ જીતીને ગુજરાતની ટીમે પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ધોની આ મેચમાં પણ રમી રહ્યો નથી. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાન પર ૧૫૮ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે ૧૭મી ઓવરમાં ૧૬૨ રન બનાવીને ૮ વિકેટથી મેચ જીતી લીધી. ગુજરાત માટે સાઈ સુદર્શને ૪૬ બોલમાં ૮૭ રનોની મેચ વિનિંગ ઈનિંગ રમી. ત્યારે, કેપ્ટન શુભમન ગિલે ૨૩ બોલમાં ૩૩ અને જાેસ બટલરે ૩૦ બોલમાં અણનમ ૩૯ રન બનાવ્યા. આ અગાઉ બોલિંગમાં કગિસો રબાડાએ ૪ ઓવરમાં ૨૫ રન આપીને ત્રણ વિકેટ ઝડપી.
ચેન્નાઈ સુપર કિંગ્સે ખરાબ શરૂઆત કરી હતી. જાેકે, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના ૭૪ રનની મદદથી સ્કોર ૧૫૮ સુધી પહોંચાડ્યો હતો. જાેકે, ગાયકવાડના નામે એક શરમજનક રેકોર્ડ જાેડાઈ ગયો છે. ગાયકવાડના નામે અત્યાર સુધીમાં IPL સૌથી ધીમી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ નોંધાયો છે. તેમણે ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ ૪૯ બોલમાં ૫૦ રન પૂરા કર્યા. એક સમયે ચેન્નાઈએ સારૂ શરૂઆત તરફ આગળ વધી રહી હતી અને તેમણે વિકેટ ગુમાવ્યા વગર ૨૧ રન બનાવી લીધા હતા. પરંતુ કગિસો રબાડા અને મોહમ્મદ સિરાજની દમદાર બોલિંગના કારણે આગામી ૭ બોલમાં સંજૂ સેમસન, ઉર્વિલ પટેલ અને સરફરાજ ખાન પણ આઉટ થઈ ગયા. ડેવાલ્ડ બ્રેવિસ પણ સસ્તામાં આઉટ થઈ ગયો અને જાેતજાેતામાં ચેન્નાઈએ ૩૭ના સ્કોર સુધી પહોંચતા પહોંચતા ૪ વિકેટ ગુમાવી દીધી હતી. એક સમયે ૧૧ ઓવરમાં ચેન્નાઈનો સ્કોર માત્ર ૪૫ રન હતો, પરંતુ અંતમાં ટીમો શાનદાર વાપસી કરી હતી. જાેકે, ચેન્નાઈ જીત મેળવી ના શકી.
બંને ટીમની પ્લેઈંગ ૧૧
ચેન્નાઈ સુપર કિંગ્સ (પ્લેઈંગ ઈલેવન): સંજુ સેમસન, ઋતુરાજ ગાયકવાડ, ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, અકીલ હોસેન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ગુરજાપનીત સિંહ.
ગુજરાત ટાઈટન્સ (પ્લેઈંગ ઈલેવન): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જાેસ બટલર, શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અર્શદ ખાન, કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર.





