
ઈટાલિયાના ગઢમાં AAP નો દબદબો.જુનાગઢ જિલ્લામાં ૯ તાલુકા પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો દબદબો.જુનાગઢ તાલુકાની ૧૮ બેઠક પૈકી ૯-૯ બેઠક પર ભાજપ- આપનો વિજય થતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.જુનાગઢ જિલ્લાની નવ તાલુકા પંચાયતની ૧૫૮ બેઠક પર ચૂંટણી જંગ પૂર્ણ થયો છે અને ચિત્ર પણ સ્પષ્ટ થયું છે. જેમાં ગોપાલ ઇટાલીયાનો ગઢ ગણાતા વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયત કબજે કરી છે. જ્યારે ભેસાણ તાલુકાની ૧૬ બેઠકમાંથી ૧૩ બેઠક પર આમ આદમી પાર્ટી અને ત્રણ બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે જુનાગઢ તાલુકાની ૧૮ બેઠક પૈકી ૯-૯ બેઠક પર ભાજપ- આપનો વિજય થતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
વિસાવદર તાલુકાની ૧૮ બેઠકમાંથી ૧૧ બેઠક આપ, ૬ ભાજપ અને ૧ અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે મેંદરડા તાલુકાની ૧૬ બેઠક પૈકી ૧૦ બેઠક પર ભાજપ, ૪ બેઠક પર કોંગ્રેસ, ૧ બેઠક પર આપ અને ૧ અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. માળીયાહાટીના તાલુકાની ૨૦ બેઠક પૈકી ૧૪ બેઠક પર ભાજપ, ૨ બેઠક પર કોંગ્રેસ અને ૪ બેઠક પર આપની જીત થઈ છે. તો વંથલી તાલુકાની ૧૬ બેઠક પૈકી ૧૧ બેઠક પર ભાજપ અને ૫ બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.
ખાસ જુનાગઢ તાલુકાની ૧૮ બેઠક પૈકી ૯ બેઠક પર ભાજપ અને ૯ બેઠક પર આપનો વિજય થયો છે જ્યાં બંને વચ્ચે ટાઈ થયું છે. માણાવદર તાલુકાની ૧૬ બેઠક પૈકી ૧૨ બેઠક પર ભાજપ અને ૪ બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. માંગરોળ તાલુકાની ૨૦ બેઠક પૈકી ૧૨ બેઠક પર ભાજપ, સાત બેઠક પર કોંગ્રેસ અને ૧ બેઠક પર આપની જીત થઈ છે. એવી જ રીતે કેશોદ તાલુકા પંચાયતમાં મોટી ઘંસારીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ટાઈ થઈ હતી. જેથી બંને ઉમેદવાર વચ્ચે ચીઠી નખાઈ હતી, જેમાં આપના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે.
ભેસાણ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજાે મેળવ્યો છે, પરંતુ ત્યાં પ્રમુખ આમ આદમી પાર્ટીનો નહીં બની શકે કારણ કે જીઝ્ર અનામતના કારણે અપસેટ થયું છે. ભાજપનો પરાજય થયો છે પરંતુ પ્રમુખ ભાજપનો જ બનશે કારણ કે ભાજપના ત્રણ ઉમેદવાર પૈકી રાણપુર બે સીટના ઉમેદવાર જીઝ્ર અનામતના હોવાથી તેને પ્રમુખ પદ મળી શકે છે.
આમ જાેઈએ તો કેશોદ નગરપાલિકા અને જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપની શાસન જાળવી રાખ્યું છે,
બીજી તરફ તાલુકા પંચાયતની બેઠકો પર મોટો અપસેટ જાેવા મળ્યો છે. જેમાં ખાસ કરીને જુનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ થઈ છે. હવે આગામી સમયમાં મીટીંગ મળ્યા બાદ જુનાગઢ તાલુકા પંચાયતમાં શાસન કોણ જમાવે છે તે જાેવું રહ્યું.





