
આરવને ફિલ્મોમાં નથી આવવું, ફેશન ક્ષેત્રે કારકિર્દી ઘડી રહ્યો છ.અક્ષય કુમારનો પુત્ર આરવ ૪,૫૦૦ કમાય છે, પોતાનાં કામ જાતે કરે છે.અક્ષયે પુત્ર સાથેના ખાસ બોન્ડ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું કે પુત્ર ફિલ્મોથી દૂર ફેશનમાં પોતાની કારકિર્દી ઘડી રહ્યો છે.આરવને ફિલ્મોમાં નથી આવવું, ફેશન ક્ષેત્રે કારકિર્દી ઘડી રહ્યો છે. પુત્ર ૧૫ વર્ષની ઉંમરથી પરિવારથી દૂર રહીને બધું જાતે મેનેજ કરે છેઅક્ષયકુમાર પોતાના પુત્ર સાથે ખાસ સંબંધ ધરાવે છે. અક્ષયે પુત્ર સાથેના ખાસ બોન્ડ વિષે વાત કરી હતી. તેમણે કહ્યું કે પુત્ર ફિલ્મોથી દૂર ફેશનમાં પોતાની કારકિર્દી ઘડી રહ્યો છે. તેને ફિલ્મોમાં નથી આવવું. અક્ષયે કહ્યું કે પુત્ર આરવ ૧૫ વર્ષની ઉંમરથી જ પરિવારથી દૂર રહીને બધું જાતે મેનેજ કરે છે. આરવ હવે કમાવા પણ લાગ્યો છે. અભિનેતાના જણાવ્યા મુજબ તેનું આરંભિક વેતન રૂપિયા ૪૫૦૦નું છે. પુત્રની આ આવકથી અક્ષય ખુબ ખુશ છે. એક મુલાકાતમાં એન્કરે અક્ષયને પુત્ર આરવ સાથેના સંબંધો અને તેના ફિલ્મમાં આવવા વિષે સવાલ કર્યાે હતો. અભિનેતાએ જવાબમાં જણાવ્યું કે આરવને ફિલ્મોમાં નથી આવવું. તેને ફેશન ક્ષેત્રે કારકિર્દી ઘડવી છે. આરવ જાેબ કરીને રૂપિયા ૪૫૦૦ કમાઈ રહ્યો છે. પોતાના કામને સમજવા આજકાલ તે ગામડા અને કસબાની મુલાકાત લઇ રહ્યો છે.તે ફેશન અને અલગ જ પ્રકારની પ્રિન્ટને સમજી રહ્યો છે. અક્ષયે કહ્યું કે તેમનામાં અને તમના પુત્ર વચ્ચે ખુબ અંતર છે. પરંતુ કેટલીક બાબતમાં એકત જેવા છે. બંનેને પોતાનું કામ પસંદ છે. અક્ષયે કહ્યું કે પેરન્ટિંગમાં તે કોઇ પણ પ્રકારનું લેક્ચર નથી આપતા. એક અભિનેતાએ તેના પુત્રને એક જ વાત સમજાવી છે કે કદી કોઈને નુકસાન ના પહોંચાડે. આરવને લાઇમલાઇટમાં રહેવું પસંદ નથી. ૧૫ વર્ષની ઉંમરથી જ તે અલગ રહે છે.





