મૂળ પ્લાનિંગ પ્રમાણે ગત ઓગસ્ટમાં રીલિઝ થવાની હતી ખોસલા કા ઘોસલા ટુ હવે આવતાં વર્ષના માર્ચમાં ઠેલાઈ ‘ખોસલા કા ઘોસલા ટુમાં અનુપમ ખેર કમલ કિશોર ખુરાના તરીકે અને બમન ઇરાની પ્રોપર્ટી ડિલર ખુરાના તરીકે ફરી જાેવા મળશે ‘ખોસલા કા ઘોસલા ટુ’ હવે આગામી પાંચમી માર્ચે રજૂ થશે. મૂળ પ્લાનિંગ પ્રમાણે આ ફિલ્મ ગત સપ્ટેમ્બરમાં જ રીલીઝ થવાની હતી. દિબાકર બેનર્જી ર્નિદેશિત આ સિક્વલ બે દાયકાના અંતરાલ બાદ આવી રહી છે.ફિલ્મ તૈયાર થઈ ચૂકી છે પરંતુ અનુકૂળ ડેટના અભાવે તે ઠેલાઈ રહી છે. હવે આગામી માર્ચમાં સલમાન ખાનની ‘મોન્સ્ટર’ રજૂ થવાની છે. આથી, આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાઈ શકે છે.‘ખોસલા કા ઘોસલા ટુમાં અનુપમ ખેર કમલ કિશોર ખુરાના તરીકે અને બમન ઇરાની પ્રોપર્ટી ડિલર ખુરાના તરીકે ફરી જાેવા મળશે. આ ફિલ્મમાં રવિ કિશન અને દિવ્યા ખોસલા કુમારના પાત્રો ઉમેરાશે. ફિલ્મનું નવું પોસ્ટર જારી કરી ફિલ્મની સિક્વલની નવી રિલિઝ ડેટ જાહેર કરવામાં આવી હતી.રવિ કિશને જણાવ્યું હતું કે હું બમન ઇરાનીનું સ્થાન લેવાનો નથી. મારું પાત્ર એકદમ નવું છે. મારા ચાહકોને હું નવા જ અવતારમાં જાેવા મળીશ. દિલ્હીના મીડલ ક્લાસની પ્રોપર્ટી જંગને આ ફિલ્મમાં હળવી શૈલીમાં રજૂ કરવામાં આવી હતી. જે દર્શકોમાં લોકપ્રિય નીવડી હતી.




