Gujarat High Court: ગુજરાતના એક યુવકે પોતાના બાળપણનો ફોટો ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કર્યો હતો, જેના પગલે ગૂગલે તેના એકાઉન્ટને બ્લોક કરી દીધુ હતું, જો કે ગુજરાત હાઈકોર્ટે ગૂગલને આ મામલે નોટિસ ફટકારી છે.
ગૂગલે નીલ શુક્લાનું એકાઉન્ડને બ્લોક કર્યું હતું
ગુજરાતમાં રહેતા નીલ શુક્લએ જૂનો આલબમમાંથી પોતાના બાળપણની એક ફોટોને સ્કેન કરીને ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરી હતી, જેથી આ ફોટો પોતાની પાસે એક યાદી સ્વરુપે હંમેશા રહે. જો કે ગૂગલે આ ફોટોને અશ્લીલ માનીને નીલના એકાઉન્ડને બ્લોક કરી દીધુ હતું. 24 વર્ષીય એન્જિનિયર ગયા વર્ષે એપ્રિલમાં આ પોતાના બાળપણનો ફોટો અપલોડ કર્યો હતો.
આ ફોટો ત્યારનો છે જ્યારે તે બે વર્ષનો હતો અને તેના દાદી તેને નવડાવી રહ્યા હતા. જો કે આ ફોટાને કારણે તેનું ગૂગલ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું હતું જેના કારણે ઈ-મેઈલ પણ ઓપન કરી શક્તો ન હતો. નીલ શુક્લાએ તેનું એકાઉન્ટ રિસ્ટોર કરવા ગૂગલનો સંપર્ક કર્યો હતો પરંતુ ગૂગલે કોઈ જવાબ ન આપ્યો હતો અને એકાઉન્ટ પણ રિસ્ટોર કર્યું ન હતું અંતે યુવકે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી જવાબ માંગ્યો
અરજદારના વકીલ દીપેન દેસાઈએ આ કેસની વહેલી સુનાવણીના માંગ કરતા કહ્યું હતું કે નીલને ગૂગલ તરફથી એક નોટિસ મળી છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેના એકાઉન્ટ સાથે સંબંધિત ડેટા એપ્રિલમાં કાઢી નાખવામાં આવશે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ગૂગલ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને નોટિસ ફટકારી છે અને 26 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે. નોંધનીય છે કે એન્જીનિયર નીલે જણાવ્યું કે, તેના ફોટોને અશ્લીલ માનીને ગૂગલે એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું, ત્યારબાદ તેણે પોતાના બીજા એકાઉન્ટ દ્વારા કામ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જોઈન્ટ વેરિફિકેશનને કારણે તે આઈડી પણ બ્લોક થઈ ગઈ હતી.