
તમામ આવન-જાવનની સેવાઓ સ્થગિત રહેશે.જૂનાગઢ ગિરનાર રોપ-વેમાં વાર્ષિક મેન્ટેનન્સ, ૯ દિવસ સેવા રહેશે સ્થગિત.ગિરનાર રોપ-વે સેવા યાત્રિકોની સુરક્ષા અને નિયમિત મેન્ટેનન્સ કામગીરીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.જૂનાગઢના ગિરનાર ખાતે આવેલ ગિરનાર રોપ દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ટેકનિકલ મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવશે.
સંચાલક મંડળ દ્વારા જાહેર કરાયા મુજબ રોપ-વે સેવા ૨ જૂન ૨૦૨૬ થી ૧૦ જૂન ૨૦૨૬ સુધી સંપૂર્ણ રીતે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન તમામ આવન-જાવનની સેવાઓ સ્થગિત રહેશે.
ગિરનાર પર્વત પર આવેલા ભગવાન દત્તાત્રેયના પવિત્ર સ્થાન, મા અંબા મંદિર તેમજ જૈન દેરાસરોના દર્શન માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અહીં આવતા હોય છે. વધતા પ્રવાસન પ્રવાહને ધ્યાનમાં રાખીને રોપ-વેની તમામ ટેકનિકલ સિસ્ટમનું નિરીક્ષણ, મરામત અને સુરક્ષા ચકાસણી કરવામાં આવશે.
મેનેજમેન્ટ મુજબ, મુસાફરોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ નિયમિત મેન્ટેનન્સ કાર્ય રોપ-વેની વધુ વિશ્વસનીય સેવા માટે જરૂરી છે. સાથે જ, આ સમય દરમિયાન થનારી અસુવિધા બદલ સંચાલકોએ દિલગીરી વ્યક્ત કરી છે અને પ્રવાસીઓને પૂર્વ આયોજન સાથે મુલાકાત ગોઠવવાની અપીલ કરી છે.
મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ ૧૧ જૂન ૨૦૨૬થી રોપ-વે સેવા ફરીથી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે. ત્યારબાદ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ફરીથી સરળતાથી ગિરનાર પર્વત પર સ્થિત ધાર્મિક સ્થળોના દર્શન કરી શકશે.





